નવી દિલ્હીઃ હેન્ડસેટ નિર્માતા કંપની શ્યાઓમીની સબ-બ્રાન્ડ રેડમી આ મહિને પોતાની નવી Redmi K40 સીરીઝને લૉન્ચ કરી શકે છે. એવુ કહેવાઇ રહ્યું છે કે રેડમી K40 સીરીઝ અંતર્ગત ત્રણ મૉડલ લૉન્ચ કરી શકે છે.
3/7
K40ની કેવી હશે સ્પેશિફિકેશન્સ..... રેડમી K40 ફોનમાં ફૂલ એચડી + ડિસ્પ્લે અને રિફ્રેશ રેટ 120 હર્ટ્ઝ હોઇ શકે છે. આમાં મીડિયાટેક ડાયમેન્સિટી 1200 પ્રૉસેસર આપવામાં આવ્યુ છે. આ ફોન કમ સે કમ 6જીબી રેમ અને 128 જીબી સ્ટૉરેજડ સાથે આવશે. ફોન એન્ડ્રોઇડ 11 પર આધારિત મીયુઆઇ 12.5ની સાથે આવશે, આ ઉપરાંત આમાં 4000 એમએએચની બેટરી આપવામાં આવી શકે છે.
4/7
ખાસ વાત છે કે વીવો એસ5 સ્માર્ટફોન અત્યાર સુધીનો સૌથી નાનો પંચ હૉલ ડિસ્પ્લે સાથે આવનારો મોબાઇલ ફોન છે, આનો આકાર 2.98 મીલીમીટર છે. આનો મતલબ રેડમી કે40નો કટઆઉટ વીવો એસ5થી પણ નાનો હશે.
5/7
આ ઉપરાંત રેડમીના જનરલ મેનેજરનુ એ પણ કહેવુ છે કે કંપનીનો લક્ષ્યાંક વધુમાં વધુ સ્ક્રીન ટૂ બૉડી રેશિયોને પ્રાપ્ત કરવાનો છે, અને અત્યાર સુધી આટલો નાનો પંચ હૉલ કોઇપણ અન્ય સ્માર્ટફોનમાં તમે નહીં જોયો હોય.
6/7
જો આ ફિચર ફોનમાં આવે છે, તો આ દુનિયાનો સૌથી નાનો પંચ હૉલ કટઆઉટ સાથે આવનારો પહેલો ફોન બની જશે. ખાસ વાત છે કે કંપનીએ અગાઉ રેડમી કે30 પ્રૉ અને રેડમી કે30 અલ્ટ્રા સ્માર્ટફોનમાં પૉપ અપ સેલ્ફી કેમેરા મૉડ્યૂલ આપ્યુ હતુ.
7/7
અધિકારિક લૉન્ચ પહેલા રેડમીના જનરેલ મેનેજર લૂ વીબિંગે કન્ફોર્મ કરી દીધુ છે કે રેડમી K40 સ્માર્ટફોનમાં પંચ હૉલ સ્ક્રીનની વચ્ચે હશે, અને સેલ્ફી કેમેરાને પણ આમાં જગ્યા મળશે. એટલે કે સ્ક્રીનની વચ્ચે સેલ્ફી કેમેરો પણ હશે.