શોધખોળ કરો
Advertisement

India Weather Forecast: એપ્રિલમાં પડશે અંગ દઝાડતી ગરમી, હવામાન વિભાગે આ રાજ્યમાં હિટ વેવનું આપ્યું એલર્ટ
ભારતીય હવામાન વિભાગ (IMD) એ બુધવારે (3 એપ્રિલ, 2024) જણાવ્યું હતું કે 3 થી 6 એપ્રિલ દરમિયાન પૂર્વીય અને દ્વીપકલ્પના ભારતના ઘણા ભાગોમાં હિટ વેવેની સંભાવના છે.

(પ્રતીકાત્મક તસવીર ગૂગલમાંથી)
1/5

India Weather Forecast: ભારતીય હવામાન વિભાગ (IMD) એ બુધવારે (3 એપ્રિલ, 2024) જણાવ્યું હતું કે 3 થી 6 એપ્રિલ દરમિયાન પૂર્વીય અને દ્વીપકલ્પના ભારતના ઘણા ભાગોમાં હિટ વેવેની સંભાવના છે.
2/5

હવામાન વિભાગે જણાવ્યું હતું કે આગામી પાંચ દિવસ સુધી ઉત્તર અને આંતરિક કર્ણાટકમાં ગરમીનું મોજું રહેવાની શક્યતા છે. આ સિવાય IMDએ કહ્યું કે, 4-6 એપ્રિલ દરમિયાન ઝારખંડ, રાયલસીમા અને તટીય આંધ્રપ્રદેશના અલગ-અલગ સ્થળોએ ગરમીના મોજાની સ્થિતિ યથાવત રહી શકે છે.
3/5

હવામાન વિભાગે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે કે, દિવસે હીટ વેવ સંભાવના છે.
4/5

હવામાન વિભાગે તાજેતરમાં કહ્યું હતું કે, ભારતમાં એપ્રિલથી જૂન સુધી ભારે ગરમી રહેશે. મધ્ય અને પશ્ચિમી દ્વીપકલ્પના ભાગો પર તેની સૌથી ખરાબ અસર થવાની ધારણા છે. ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તર કર્ણાટક, ઓડિશા અને આંધ્ર પ્રદેશમાં એપ્રિલમાં હિટ વેવના મોજાની સૌથી ખરાબ અસર થવાની ધારણા છે.
5/5

IMD એ જણાવ્યું કે, ઉત્તરપૂર્વ ભારતમાં વરસાદ અને તોફાન રવિવાર (7 એપ્રિલ, 2024) સુધી ચાલુ રહેવાની શક્યતા છે. ઉત્તરપૂર્વ ભારતમાં આસામ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા સહિત ઘણા રાજ્યોનો સમાવેશ થાય છે.
Published at : 03 Apr 2024 07:58 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
અમદાવાદ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
