શોધખોળ કરો
અમદાવાદના સીટીએમમાં એક શૈક્ષણિક સંકુલ જળમગ્ન, ક્લાસરૂમમાં પાણી ભરાતા વિદ્યાર્થીઓને અપાઇ રજા
અમદાવાદના CTM વિસ્તારમાં આવેલા એક શૈક્ષણિક સંકુલમાં પાણી ભરાયા હતા
ક્લાસરૂમમાં પાણી ભરાયા હતા
1/5

અમદાવાદના CTM વિસ્તારમાં આવેલા એક શૈક્ષણિક સંકુલમાં પાણી ભરાયા હતા. એક શૈક્ષણિક સંકુલમાં 3 શાળાઓમાં 900 વિધાર્થીઓ અભ્યાસ કરે છે. વરસાદના 12 કલાક બાદ પણ શાળાના વર્ગખંડમાં પાણી ભરાયેલા છે.
2/5

શાળાના વર્ગખંડમાં પાણી ભરતા બાળકોને રજા આપવામાં આવી હતી. પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાના કારણે બાળકોના અભ્યાસ પર અસર પડી રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પાપે બાળકોનો અભ્યાસ પણ બગડી રહ્યો છે.
3/5

અમદાવાદમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે હવે બાળકોના અભ્યાસ ઉપર પણ તેની વિપરીત અસર પડી રહી છે. સીટીએમ વિસ્તારમાં આવેલા શૈક્ષણિક સંકુલમાં ધ મધર ઇંગ્લિશ સ્કૂલ, અર્ચના વિદ્યાલય અને ઉદગમ વિદ્યાલય એમ ત્રણ સ્કૂલ ચાલે છે જેમાં અંદાજિત 900 બાળકો અભ્યાસ કરે છે શાળાના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા તમામ વર્ગખંડ અને અન્ય રૂમમાં પાણી ભરાયા હોવાથી બાળકોને આજના દિવસની રજા આપી દેવામાં આવી છે
4/5

નવસારીના ચીખલીના આમધરા ગામમાં સ્કૂલમાં પાણી ભરાયા હતા. શાળામાં પાણી ભરાઈ જતા વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. શાળામાં પાણી ભરાતા અન્ય શાળામાં પ્રવેશોત્સવનું આયોજન કરાયું હતું. ગામના મોટી કોડી વાડ વિસ્તારમાં પણ પાણી ભરાયા હતા. નવસારીમાં ભારે વરસાદથી નદીઓનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. નવસારીમાં અંબિકા અને કાવેરી નદીની જળ સપાટીમાં વધારો થયો હતો. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવવાની શરૂઆત થઇ હતી. બીલીમોરા-ગણદેવીને જોડતા માર્ગ પર પાણી ભરાયા હતા. રેલવે ગરનાળામાં કેડ સમા પાણી ભરાયા હતા.
5/5

નવસારીમાં ભારે વરસાદથી નદીઓનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. નવસારીમાં અંબિકા અને કાવેરી નદીની જળ સપાટીમાં વધારો થયો હતો. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવવાની શરૂઆત થઇ હતી. બીલીમોરા-ગણદેવીને જોડતા માર્ગ પર પાણી ભરાયા હતા. રેલવે ગરનાળામાં કેડ સમા પાણી ભરાયા હતા.
Published at : 26 Jun 2025 12:04 PM (IST)
આગળ જુઓ





















