હોમફોટો ગેલેરીબિઝનેસAadhaar Card: પ્રથમ વખત આધાર કાર્ડ કઢાવો છો ? તો આ નિયમો જાણી લો
Aadhaar Card: પ્રથમ વખત આધાર કાર્ડ કઢાવો છો ? તો આ નિયમો જાણી લો
Aadhaar Card: પ્રથમ વખત આધાર કાર્ડ કઢાવો છો ? તો આ નિયમો જાણી લો
By : abp asmita | Updated at : 22 Dec 2023 08:03 PM (IST)
પ્રતિકાત્મક તસવીર
1/7
જો તમે પ્રથમ વખત આધાર કાર્ડ બનાવવા જઈ રહ્યા છો અને તમારી ઉંમર 18 વર્ષ કે તેથી વધુ છે તો તમારા માટે આ સમાચાર ખૂબ જ મહત્વના સમાચાર છે.
2/7
યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI)ની તાજેતરની જાહેરાત મુજબ પ્રથમ વખત આધાર કાર્ડ બનાવનારે પાસપોર્ટ માટે જરૂરી વેરિફિકેશનની જેમ જ ફિઝિકલ વેરિફિકેશન કરાવવું પડશે.
3/7
મળતી માહિતી મુજબ સરકાર આધાર કાર્ડના નિયમોમાં ફેરફાર કરી રહી છે. હવે નવું આધાર કાર્ડ બનાવનારાઓનું વેરિફિકેશન UIDAI દ્વારા નહીં પરંતુ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે.
4/7
આ પ્રોસેસને પૂરી કરવા માટે રાજ્ય સરકાર જિલ્લા અને સબ-ડિવિઝનલ સ્તરે નોડલ અધિકારીઓ અને વધારાના જિલ્લા મેજિસ્ટ્રેટની નિમણૂક કરવામાં આવશે. આ કેટેગરીમાં આવતા દરેક વ્યક્તિ નક્કી કરેલા કેન્દ્રો પર આધાર સુવિધાનો લાભ લઇ શકે છે.
5/7
જેમાં દરેક જિલ્લામાં મુખ્ય પોસ્ટ ઓફિસ અને UIDAI દ્વારા આધાર કેન્દ્રોનો સમાવેશ થાય છે. પરંતુ આ કેટેગરીમાં જે વ્યક્તિઓની આધાર અરજીઓને સેવા પોર્ટલ દ્વારા વેરિફિકેશન પહેલા ડેટા ક્વોલિટી ચેકમાંથી પસાર થવું પડશે.
6/7
સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (SDMs) સર્વિસ પોર્ટલ દ્વારા પ્રાપ્ત થયેલી તમામ અરજીઓની ચકાસણી પર નજર રાખવામાં આવશે. તેમજ આધારના નિર્માણની મંજૂરીના 180 દિવસની અંદર પૂર્ણ કરવામાં આવશે.
7/7
જો વેરિફિકેશન પ્રક્રિયા દરમિયાન કોઈ ભૂલ જણાય તો રાજ્ય સત્તાવાળાઓ દ્વારા નામાંકન રદ કરવામાં આવી શકે છે.