શોધખોળ કરો
વિશ્વમાં રહેવા માટે આ 10 શહેરો છે સૌથી મોંઘા, ટોપ-5માં એશિયા-યુરોપનો દબદબો
Most Expensive Cities: શહેરોમાં રહેવું મોંઘું સાબિત થાય છે અને જો તમે વિશ્વના ટોચના શહેરોમાં રહેવા માંગતા હો, તો તમારે આ માટે વધુ ખર્ચ કરવો પડશે. આવો જોઈએ સૌથી મોંઘા શહેરોની યાદી...
પ્રતિકાત્મક તસવીર
1/10

New York: ECA એ વર્ષ 2023 દરમિયાન રહેવા માટે વિશ્વના 10 સૌથી મોંઘા શહેરોની યાદી તૈયાર કરી છે. આમાં સૌથી ઉપર અમેરિકાનું ન્યુયોર્ક છે. ગયા વર્ષે તે બીજા સ્થાને હતું.
2/10

હોંગકોંગઃ વર્ષોથી હોંગકોંગ વિશ્વનું સૌથી મોંઘું શહેર રહ્યું છે, પરંતુ આ વખતે તે બીજા સ્થાને આવી ગયું છે.
3/10

જીનીવાઃ આ યાદીમાં ત્રીજું સ્થાન સ્વિત્ઝરલેન્ડના જીનીવા શહેરનું છે.
4/10

લંડનઃ બ્રિટનની રાજધાની રહેવા માટે વિશ્વનું ચોથું સૌથી મોંઘું શહેર છે.
5/10

સિંગાપોરઃ હોંગકોંગ ઉપરાંત ટોપ-5માં બીજું એશિયન શહેર સિંગાપુર છે, જે પાંચમા સ્થાને છે.
6/10

ઝ્યુરિચઃ ટોપ-10માં ઝ્યુરિચ શહેરનો પણ સમાવેશ થાય છે અને તે વિશ્વનું છઠ્ઠું સૌથી મોંઘું શહેર છે.
7/10

સાન ફ્રાન્સિસ્કોઃ અમેરિકાનું સાન ફ્રાન્સિસ્કો આ વર્ષે યાદીમાં સાતમા સ્થાને છે. ગયા વર્ષે તે 11મા સ્થાને હતું.
8/10

તેલ અવીવઃ ઈઝરાયેલનું તેલ અવીવ ગયા વર્ષે છઠ્ઠા સ્થાને હતું, પરંતુ આ વખતે તે આઠમા સ્થાને રહ્યું છે.
9/10

સિયોલઃ સાઉથ કોરિયાની રાજધાની સિઓલ પણ ખૂબ મોંઘી છે અને તે યાદીમાં 9મા ક્રમે છે.
10/10

ટોક્યોઃ જાપાનની રાજધાની ટોક્યો આ યાદીમાં 10મા સ્થાને છે, જે સૌથી ગીચ વસ્તી ધરાવતું શહેર પણ છે.
Published at : 09 Jun 2023 06:37 AM (IST)
આગળ જુઓ
Advertisement





















