શોધખોળ કરો
EPFO: નિવૃત્તિ પહેલા પણ ઉપાડી શકાય છે PF ના પૈસા, જાણો શું છે નિયમો અને શરતો
EPFO: કર્મચારીઓ નિવૃત્તિ પછી કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનમાં જમા કરાયેલા 100 ટકા પૈસા ઉપાડી શકે છે. આ ફંડ સંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકોને સામાજિક સુરક્ષા પૂરી પાડે છે.

પ્રતિકાત્મક તસવીર
1/7

EPFO Withdrawal: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન પાસે દેશભરમાં કરોડો ખાતાધારકો છે જેઓ તેમના પગારનો એક ભાગ PF ખાતામાં જમા કરે છે.
2/7

નિવૃત્તિ સિવાય તમે આ પૈસા માત્ર ઈમરજન્સીના કિસ્સામાં જ ઉપાડી શકો છો. આવો જાણીએ કે કયા સંજોગોમાં EPFOમાં જમા કરેલા પૈસા ઉપાડી શકો છો.
3/7

જો તમે તમારી નોકરી ગુમાવી દીધી હોય તો તમે પીએફમાં જમા કરેલા પૈસા ઉપાડી શકો છો. જો એક મહિના સુધી નોકરી ન મળે તો ખાતામાં જમા થયેલી રકમના 75 ટકા સુધી ઉપાડી શકાય છે. અને 2 મહિના પૂર્ણ થવા પર, 100% રકમ ઉપાડી શકાય છે.
4/7

જો તમારા બાળકોના ભણતર કે લગ્ન માટે ખર્ચો છે તો આવી સ્થિતિમાં તમે પીએફમાં જમા રકમ ઉપાડી શકો છો.
5/7

વિકલાંગ વ્યક્તિ પોતાના માટે જમીન અથવા કોઈપણ સાધન ખરીદવા માટે પીએમ પાસેથી પૈસા ઉપાડી શકે છે.
6/7

આ સિવાય ખાતાધારક મેડિકલ ઈમરજન્સીની સ્થિતિમાં પીએફ ખાતામાંથી પણ પૈસા ઉપાડી શકે છે. આમાં તમે દર 6 મહિને બેઝિક સેલરી ઉપાડી શકો છો.
7/7

આ સિવાય પીએફ ખાતાધારકો હોમ લોન, રિપેરિંગ હાઉસ અથવા જમીન કે મકાનની ચુકવણી માટે પીએફ ખાતામાંથી પૈસા ઉપાડી શકે છે.
Published at : 27 Mar 2023 06:16 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
રાજકોટ
ગુજરાત
બિઝનેસ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
