શોધખોળ કરો
Fixed Deposit: શું તમે ફિક્સ્ડ ડિપોઝિટમાં રોકાણ કરવાનું વિચારો છો? આ સાત બેંકો 9 ટકા સુધી વ્યાજ આપી રહી છે
High FD Rates: જો તમે ફિક્સ્ડ ડિપોઝિટમાં રોકાણ કરવાની તૈયારી કરી રહ્યાં છો તો તમારા માટે આ એક સારી તક હોઈ શકે છે. કારણ કે ઘણી બેંકો હાલમાં FD પર ઉંચુ વ્યાજ આપી રહી છે.

પ્રતિકાત્મક તસવીર
1/6

રિઝર્વ બેંક દ્વારા મે મહિનાથી છઠ્ઠી વખત રેપો રેટમાં વધારો કર્યા બાદ રેપો રેટ વધારીને 6.50 ટકા કરવામાં આવ્યો છે. જેના કારણે લોનના વ્યાજમાં વધારાની સાથે બેંકની યોજનાઓનું વ્યાજ પણ વધ્યું છે.
2/6

ઘણી બેંકો ફિક્સ ડિપોઝીટ પર ઉંચુ વ્યાજ ઓફર કરી રહી છે. અહીં કેટલીક એવી બેંકો વિશે માહિતી આપવામાં આવી રહી છે, જે FD પર 9% વ્યાજ આપી રહી છે.
3/6

ફિનકેર સ્મોલ ફાઇનાન્સ બેંક સામાન્ય લોકોને એફડી પર 8.11 ટકા અને વરિષ્ઠ નાગરિકોને રૂ. 5,000ના લઘુત્તમ રોકાણ પર 8.71 ટકા સુધીનું વ્યાજ ઓફર કરે છે.
4/6

વરિષ્ઠ નાગરિકો IDBI બેંકની FDમાં 8 ટકા સુધીનું વ્યાજ મેળવી શકે છે. તેમજ સામાન્ય નાગરિકો 7.25 ટકાનો લાભ મેળવી શકે છે.
5/6

બંધન બેંક 600 દિવસના કાર્યકાળ પર વરિષ્ઠ નાગરિકોને FD પર 8.50% વ્યાજ આપી શકે છે. યસ બેંક 35 મહિનાની FD પર 8.25 ટકા વ્યાજ ચૂકવી રહી છે.
6/6

સૂર્યોદય ફાઇનાન્સ બેંક વરિષ્ઠ નાગરિકોને 999 દિવસ માટે 8.76 ટકા વ્યાજ આપી રહી છે. RBL બેંક 725 દિવસની FD પર 8.30% વ્યાજ ચૂકવે છે. ઉજ્જિવન ફાઇનાન્સ બેંક 80 અઠવાડિયા માટે FD પર 8.75% વ્યાજ ચૂકવે છે.
Published at : 15 Feb 2023 06:25 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
સમાચાર
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
