શોધખોળ કરો
ટ્રેન કેટલા કલાક મોડી પડે તો મળે છે રિફંડ, જાણો શું છે રેલવેનો નિયમ અને પ્રક્રિયા
ટ્રેન મોડી પડવા પર ટિકિટ કેન્સલ કરાવવા પર કેટલું રિફંડ મળશે? કઈ ટિકિટ પર નહીં મળે? જાણો રેલવેના નિયમો અને પ્રક્રિયા.
ભારતીય રેલવે વિશ્વના સૌથી મોટા રેલ નેટવર્ક્સમાંનું એક છે અને લાખો લોકો દરરોજ ટ્રેનમાં મુસાફરી કરે છે.
1/6

ટ્રેન મોડી પડવી એ સામાન્ય બાબત છે, અને આવી સ્થિતિમાં મુસાફરોને ટિકિટ રિફંડના નિયમો વિશે જાણકારી હોવી જરૂરી છે. રેલવે દ્વારા મુસાફરો માટે રિફંડ સંબંધિત કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે, જે અહીં સરળ ભાષામાં સમજાવવામાં આવ્યા છે.
2/6

ભારતીય રેલવેના નિયમો અનુસાર, જો તમારી ટ્રેન નિર્ધારિત સમય કરતાં 3 કલાક કે તેથી વધુ મોડી દોડે છે, તો તમે રિફંડ મેળવવા માટે હકદાર છો. આ નિયમ આરક્ષિત ટિકિટો પર લાગુ પડે છે, પરંતુ તત્કાલ ટિકિટો માટે રિફંડ મળતું નથી, ભલે ટ્રેન કેટલી પણ મોડી હોય.
3/6

જો તમારી ટ્રેન મોડી દોડતી હોય અને તમે ટિકિટ કેન્સલ કરાવવા માંગતા હો, તો રિફંડ મેળવવા માટે તમારે ઓનલાઈન અથવા ઓફલાઈન ટિકિટ ડિપોઝિટ રિસિપ્ટ (TDR) ફાઇલ કરવી પડશે.
4/6

ઓનલાઈન TDR ફાઇલ કરવા માટે તમે IRCTCની સત્તાવાર વેબસાઇટ અથવા રેલ કનેક્ટ એપ્લિકેશનનો ઉપયોગ કરી શકો છો.
5/6

રિફંડની રકમ સામાન્ય રીતે ટિકિટ કેન્સલ કર્યા તારીખથી 5 થી 7 દિવસમાં તમારા બેંક ખાતામાં જમા થઈ જાય છે. જો કે, રિફંડ પ્રક્રિયામાં 90 દિવસ સુધીનો સમય લાગી શકે છે. જો નિર્ધારિત સમયમાં રિફંડ ન મળે, તો તમે રેલવે વિભાગમાં ફરિયાદ પણ નોંધાવી શકો છો.
6/6

મુસાફરોને એ સલાહ આપવામાં આવે છે કે રિફંડ માટે અરજી કરતા પહેલા રેલવેના રિફંડ નિયમો અને શરતોને ધ્યાનથી વાંચી લે. આ નિયમો મુસાફરોને તેમના અધિકારો વિશે જાગૃત કરે છે અને ટ્રેન મોડી પડવાની સ્થિતિમાં તેમને નાણાકીય નુકસાનથી બચાવવામાં મદદ કરે છે.
Published at : 03 Mar 2025 07:49 PM (IST)
આગળ જુઓ
Advertisement





















