શોધખોળ કરો
એક વર્ષની FD પર મળશે 7.20% રિટર્ન, આ પ્રાઈવેટ બેંકે વ્યાજ દરમાં કર્યો બદલાવ
એક વર્ષની FD પર મળશે 7.20% રિટર્ન, આ પ્રાઈવેટ બેંકે વ્યાજ દરમાં કર્યો બદલાવ

પ્રતિકાત્મક તસવીર
1/6

ખાનગી ક્ષેત્રની એક્સિસ બેંકે ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પરના વ્યાજ દરોમાં સુધારો કર્યો છે. સ્થાનિક ફિક્સ્ડ ડિપોઝિટ માટેના નવા વ્યાજ દર 27 જાન્યુઆરી, 2025થી લાગુ થઈ ગયા છે. બેંક સામાન્ય નાગરિકોની સરખામણીએ વરિષ્ઠ નાગરિકોને વધારાનું વ્યાજ ઓફર કરી રહી છે.
2/6

ફિક્સ્ડ ડિપોઝિટ (FD)ને દેશમાં રોકાણનો સલામત વિકલ્પ ગણવામાં આવે છે, ખાસ કરીને જેઓ શેરબજારના જોખમને ટાળવા માગે છે અને નિશ્ચિત વળતર ઇચ્છે છે. જો તમે પણ FD કરવાનું વિચારી રહ્યા છો તો તે પહેલા જાણી લો કે કઈ બેંકો FD પર વધુ સારું વળતર આપી રહી છે.
3/6

ઘણા લોકો ફિક્સ્ડ ડિપોઝિટને રોકાણ માટે સારો વિકલ્પ માને છે. નાણાકીય સુરક્ષા સાથે, તે વધુ સારું વળતર પણ આપે છે. બેંકો સામાન્ય બચત ખાતા કરતાં વધુ વ્યાજ આપે છે. હાલમાં, એક્સિસ બેંક તેના ગ્રાહકોને રેગ્યુલર એચડી, ડિજિટલ એચડી, ટેક્સ સેવર એફડી સહિત ઘણા FD વિકલ્પો ઓફર કરી રહી છે. રોકાણકારો તેમની અનુકૂળતા મુજબ પસંદગી કરી શકે છે.
4/6

બેંક 3 કરોડ રૂપિયાથી ઓછા રોકાણ માટે 7 દિવસથી 10 વર્ષની FD પર સામાન્ય નાગરિકોને 3 ટકાથી 7.25 ટકા વ્યાજ ઓફર કરી રહી છે. તે વરિષ્ઠ નાગરિકોને 0.50% વધારાનું વ્યાજ પણ આપે છે.
5/6

વરિષ્ઠ નાગરિકો માટે લઘુત્તમ વ્યાજ દર 3.50% અને મહત્તમ 7.75% છે. બેંક 15 મહિનાથી 2 વર્ષ અને 5 વર્ષથી 10 વર્ષની વચ્ચેની વિવિધ મુદતવાળી FD પર સૌથી વધુ વળતર આપે છે.
6/6

5 વર્ષથી 10 વર્ષની થાપણો પર સામાન્ય નાગરિકોને 7% અને વરિષ્ઠ નાગરિકોને 7.75% વ્યાજ મળી રહ્યું છે. બેંક 15 મહિનાથી 16 મહિનાથી ઓછા સમયગાળાના FD પર સામાન્ય નાગરિકોને 7.25 ટકા અને વરિષ્ઠ નાગરિકોને 7.75 ટકા વ્યાજ આપી રહી છે.
Published at : 27 Jan 2025 05:41 PM (IST)
આગળ જુઓ
Advertisement