શોધખોળ કરો
PM કિસાન યોજનાને લઈને સરકારે આપી મોટી માહિતી, આ લોકોના ખાતામાં નહીં આવે પૈસા, જાણો કેમ?

પ્રતિકાત્મક તસવીર
1/6

Pm Kisan Samman Nidhi: જો તમે પણ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની રાહ જોઈ રહ્યા છો, તો તમારા માટે મહત્વના સમાચાર છે. કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને 6000 રૂપિયાની વાર્ષિક સહાય આપવામાં આવે છે, પરંતુ આ વખતે 11મા હપ્તાના પૈસા ઘણા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે નહીં.
2/6

જો તમે પણ 11મા હપ્તા માટે અરજી કરી છે, તો તે પહેલા ચેક કરો કે 11મા હપ્તાના 2000 રૂપિયા તમારા ખાતામાં ટ્રાન્સફર થશે કે નહીં...
3/6

જે લોકો આવકવેરો ભરે છે તેઓને પીએમ કિસાન સન્માન નિધિનો લાભ મળતો નથી. આ સિવાય ડોક્ટર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, વકીલ, એન્જિનિયર, આર્કિટેક જેવા પ્રોફેશનલ્સને પણ આ યોજનાનો લાભ મળતો નથી.
4/6

તમને જણાવી દઈએ કે જો તમે નિવૃત્ત કર્મચારી હોવ અને તમને 10,000 રૂપિયાથી વધુનું પેન્શન મળે તો પણ તમે આ યોજનાનો લાભ નહીં લઈ શકો. જો કે, મલ્ટી-ટાસ્કિંગ સ્ટાફ, વર્ગ IV અને ગ્રુપ-ડી શ્રેણીના કર્મચારીઓને આમાં સામેલ કરવામાં આવશે નહીં.
5/6

આ સિવાય કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને જાહેર ક્ષેત્રની કંપનીઓના અધિકારીઓ અને નિવૃત્ત અધિકારીઓને આમાં સામેલ કરવામાં આવશે નહીં. કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, MLC, મેયરોને પણ સામેલ કરવામાં આવશે નહીં. આ ઉપરાંત સંસ્થાકીય રીતે જમીન માલિકોને પણ આ યોજનાનો લાભ નહીં મળે.
6/6

આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયાની આર્થિક સહાય આપે છે. સરકાર આ પૈસા ત્રણ હપ્તાના રૂપમાં આપે છે. એટલે કે, તમને 4 મહિનાના તફાવત પર 2000 રૂપિયાની રકમ મળે છે. આ પૈસા સીધા તમારા બેંક ખાતામાં ટ્રાન્સફર થાય છે.
Published at : 23 May 2022 06:27 AM (IST)
Tags :
PM Kisan Samman Nidhi PM Kisan Yojana PM Kisan PM KISAN NIDHI Pm Kisan Status Pm Kisan Samman Nidhi Status Pm Kisan.gov.in Central Government Scheme Pm Kisan Kyc Pm Kisan Ekyc Pm Kisan Beneficiary Pm Kisan 11th Installment Date 2022 Pm Kisan 11th Installment Date Pm Kisan 11 Kist Kab Aayegi Pm Kisan Samman Nidhi Kyc Pm Kisan Samman Nidhi Yojana 2022 Pm Kisan 11 Kist Pm Kisan 11 Installmentવધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
સમાચાર
આઈપીએલ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
