શોધખોળ કરો
14 ડિસેમ્બરે ખુલશે Inox CVA IPO, જાણો GMP સહિત કંપનીએ શેર દીઠ ભાવ કેટલો રાખ્યો છે
Inox CVA IPO Price Band: કંપની આઇપીઓ દ્વારા બજારમાંથી રૂ. 1459 કરોડ એકત્ર કરવા જઇ રહી છે અને આઇપીઓની પ્રાઇસ બેન્ડ રૂ. 627-660 પ્રતિ શેર છે.
![Inox CVA IPO Price Band: કંપની આઇપીઓ દ્વારા બજારમાંથી રૂ. 1459 કરોડ એકત્ર કરવા જઇ રહી છે અને આઇપીઓની પ્રાઇસ બેન્ડ રૂ. 627-660 પ્રતિ શેર છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/22/633ccd85e7035cbc6ffd12a626c05c741700658697062314_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પ્રતિકાત્મક તસવીર
1/6
![Inox CVA IPO: ક્રાયોજેનિક ટેન્કનું ઉત્પાદન કરતી દેશની સૌથી મોટી કંપની આઇનોક્સ સીવીએનો આઇપીઓ 14 ડિસેમ્બર 2023ના રોજ ખુલવા જઇ રહ્યો છે અને રોકાણકારો 18 ડિસેમ્બર સુધી આઇપીઓ માટે અરજી કરી શકે છે. Inox CVA એ તેના IPOની પ્રાઇસ બેન્ડની પણ જાહેરાત કરી છે. કંપનીએ IPO પ્રાઇસ બેન્ડ રૂ. 627-660 પ્રતિ શેર નક્કી કરી છે. IPOના પ્રાઇસ બેન્ડના અપર બેન્ડ અનુસાર, કંપની IPO દ્વારા બજારમાંથી 1459 કરોડ રૂપિયા એકત્ર કરવા જઈ રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/12/156005c5baf40ff51a327f1c34f2975bf193a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Inox CVA IPO: ક્રાયોજેનિક ટેન્કનું ઉત્પાદન કરતી દેશની સૌથી મોટી કંપની આઇનોક્સ સીવીએનો આઇપીઓ 14 ડિસેમ્બર 2023ના રોજ ખુલવા જઇ રહ્યો છે અને રોકાણકારો 18 ડિસેમ્બર સુધી આઇપીઓ માટે અરજી કરી શકે છે. Inox CVA એ તેના IPOની પ્રાઇસ બેન્ડની પણ જાહેરાત કરી છે. કંપનીએ IPO પ્રાઇસ બેન્ડ રૂ. 627-660 પ્રતિ શેર નક્કી કરી છે. IPOના પ્રાઇસ બેન્ડના અપર બેન્ડ અનુસાર, કંપની IPO દ્વારા બજારમાંથી 1459 કરોડ રૂપિયા એકત્ર કરવા જઈ રહી છે.
2/6
![એન્કર રોકાણકારો બુધવાર 13 ડિસેમ્બરે આઇનોક્સ સીવીએના આઇપીઓમાં રોકાણ કરી શકશે. કંપનીએ IPOની પ્રાઇસ બેન્ડ રૂ. 627 થી રૂ. 660 પ્રતિ શેર નક્કી કરી છે જ્યારે શેરની ફેસ વેલ્યુ રૂ. 2 છે. INOX CVA ના IPO માટે 22 શેરની લોટ સાઈઝ નક્કી કરવામાં આવી છે. એટલે કે, જો એક લોટ માટે IPOમાં અરજી કરો તો રોકાણકારોએ 13,974 રૂપિયા ચૂકવવા પડશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/12/799bad5a3b514f096e69bbc4a7896cd955f2b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એન્કર રોકાણકારો બુધવાર 13 ડિસેમ્બરે આઇનોક્સ સીવીએના આઇપીઓમાં રોકાણ કરી શકશે. કંપનીએ IPOની પ્રાઇસ બેન્ડ રૂ. 627 થી રૂ. 660 પ્રતિ શેર નક્કી કરી છે જ્યારે શેરની ફેસ વેલ્યુ રૂ. 2 છે. INOX CVA ના IPO માટે 22 શેરની લોટ સાઈઝ નક્કી કરવામાં આવી છે. એટલે કે, જો એક લોટ માટે IPOમાં અરજી કરો તો રોકાણકારોએ 13,974 રૂપિયા ચૂકવવા પડશે.
3/6
![ફાળવણીની યાદી 19મી ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે. રોકાણકારોને 20 ડિસેમ્બરે રિફંડ આપવામાં આવશે અને 21 ડિસેમ્બરના રોજ સ્ટોક એક્સચેન્જમાં આઈનોક્સ સીવીએ લિસ્ટ થઈ શકે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/12/d0096ec6c83575373e3a21d129ff8fef4132a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફાળવણીની યાદી 19મી ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે. રોકાણકારોને 20 ડિસેમ્બરે રિફંડ આપવામાં આવશે અને 21 ડિસેમ્બરના રોજ સ્ટોક એક્સચેન્જમાં આઈનોક્સ સીવીએ લિસ્ટ થઈ શકે છે.
4/6
![આઇનોક્સ સીવીએના તમામ શેર ઓફર ફોર સેલ હેઠળ જારી કરવામાં આવી રહ્યા છે. કંપની IPAમાં 22,110,955 શેર જારી કરી રહી છે. કંપનીના પ્રમોટર અને ડિરેક્ટર સિદ્ધાર્થ જૈને જણાવ્યું હતું કે IPOના પ્રાઇસ બેન્ડના ઉપરના છેડા મુજબ કંપનીનું મૂલ્યાંકન રૂ. 5990 કરોડ આંકવામાં આવ્યું છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/12/032b2cc936860b03048302d991c3498f1e018.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આઇનોક્સ સીવીએના તમામ શેર ઓફર ફોર સેલ હેઠળ જારી કરવામાં આવી રહ્યા છે. કંપની IPAમાં 22,110,955 શેર જારી કરી રહી છે. કંપનીના પ્રમોટર અને ડિરેક્ટર સિદ્ધાર્થ જૈને જણાવ્યું હતું કે IPOના પ્રાઇસ બેન્ડના ઉપરના છેડા મુજબ કંપનીનું મૂલ્યાંકન રૂ. 5990 કરોડ આંકવામાં આવ્યું છે.
5/6
![2022-23માં કંપનીની આવક રૂ. 980 કરોડ હતી, જ્યારે વર્તમાન નાણાકીય વર્ષમાં આવક રૂ. 1200 કરોડની આસપાસ રહેવાની ધારણા છે. કંપની પાસે રૂ. 1100 કરોડની ઓર્ડર બુક છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/12/18e2999891374a475d0687ca9f989d836b476.jpg?impolicy=abp_cdn&imwidth=720)
2022-23માં કંપનીની આવક રૂ. 980 કરોડ હતી, જ્યારે વર્તમાન નાણાકીય વર્ષમાં આવક રૂ. 1200 કરોડની આસપાસ રહેવાની ધારણા છે. કંપની પાસે રૂ. 1100 કરોડની ઓર્ડર બુક છે.
6/6
![આઇનોક્સ ગ્રુપની કંપનીનો IPO 17 વર્ષ બાદ આવી રહ્યો છે. અગાઉ, મલ્ટીપ્લેક્સ કંપની આઈનોક્સ લેઝરનો આઈપીઓ 17 વર્ષ પહેલા આવ્યો હતો, જે હવે પીવીઆર ગ્રુપનો એક ભાગ છે. ગ્રે માર્કેટમાં આઈનોક્સ સીવીએના શેર રૂ. 200ના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/12/30e62fddc14c05988b44e7c02788e187a506b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આઇનોક્સ ગ્રુપની કંપનીનો IPO 17 વર્ષ બાદ આવી રહ્યો છે. અગાઉ, મલ્ટીપ્લેક્સ કંપની આઈનોક્સ લેઝરનો આઈપીઓ 17 વર્ષ પહેલા આવ્યો હતો, જે હવે પીવીઆર ગ્રુપનો એક ભાગ છે. ગ્રે માર્કેટમાં આઈનોક્સ સીવીએના શેર રૂ. 200ના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યા છે.
Published at : 12 Dec 2023 06:32 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
સમાચાર
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)