શોધખોળ કરો
LPG ગ્રાહકો માટે મહત્વના સમાચાર: 16 ઓગસ્ટ પહેલા આ કામ નહી કરો તો સિલિન્ડર નહીં મળે!
ઓઇલ કંપનીઓ ગ્રાહકોને સતત એલર્ટ મેસેજ મોકલી રહી છે. જો તમે 16 ઓગસ્ટ સુધીમાં આધાર e-KYC નહીં કરાવો તો સબસિડી અને સસ્તા દરે ગેસ સિલિન્ડર મેળવવામાં મોટી મુશ્કેલી પડી શકે છે.
જો તમારા ઘરમાં પણ LPG ગેસ સિલિન્ડરનો ઉપયોગ થાય છે, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ અગત્યના છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ હાલમાં તમામ LPG ગ્રાહકો અને ખાસ કરીને પીએમ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને તેમના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર e-KYC પૂરું કરવા માટે સતત એલર્ટ મેસેજ (SMS) મોકલી રહી છે. આ કામ પૂરું કરવા માટેની છેલ્લી તારીખ 16 ઓગસ્ટ 2026 આપવામાં આવી છે. જો તમે આ તારીખ ચૂકી જશો, તો તમને ઘરેલુ દરે ગેસ સિલિન્ડર અને સરકારી સબસિડી મેળવવામાં મોટો અવરોધ આવી શકે છે. તમે ઘરે બેઠા એપ દ્વારા, સિલિન્ડર ડિલિવરી કરવા આવતા ભાઈ મારફતે અથવા તો ડીલર પાસે જઈને આ કામ સરળતાથી પતાવી શકો છો.
Published at : 03 Aug 2026 03:41 PM (IST)
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર




























