શોધખોળ કરો
Multibagger Stock: ટાટાની આ કંપનીએ રોકાણકારોને બનાવ્યા અમીર! 1 લાખની સામે 45 લાખનું વળતર આપ્યું
Multibagger Stock: ટાટા કંપની ટાટા ટેલિસર્વિસ (મહારાષ્ટ્ર) લિમિટેડના શેરોએ આજે ઈન્ટ્રાડે ટ્રેડિંગ દરમિયાન રોકાણકારોને 7 ટકા સુધીનું વળતર આપ્યું છે. આ મલ્ટીબેગર સ્ટોકની વિગતો જાણો.
ટાટા ગ્રુપના આ શેરે રોકાણકારોને મજબૂત વળતર આપ્યું છે. આ શેરોએ રૂ. 1 લાખના રોકાણની સામે અનેકગણું ઊંચું વળતર આપ્યું છે.
1/7

Multibagger Stock: ટાટા ગ્રુપની કંપની ટાટા ટેલિસર્વિસિસ (મહારાષ્ટ્ર) લિમિટેડ એટલે કે TTMLના શેરમાં આજે જબરદસ્ત વધારો થયો છે. ગુરુવારે, કંપનીના શેરમાં 7 ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો હતો અને તે 98.20 રૂપિયાની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો.
2/7

ખાસ વાત એ છે કે TTMLના આ શેરે એક મહિનામાં રોકાણકારોને 30 ટકા સુધીનું મજબૂત વળતર આપ્યું છે. કંપનીના શેરની 52 સપ્તાહની ઊંચી સપાટી રૂ. 111.48 પ્રતિ શેર છે, જ્યારે તેનો 52 સપ્તાહનો નીચો ભાવ રૂ. 65.29 છે. હાલમાં કંપનીના શેર 93.70 રૂપિયાની આસપાસ છે.
Published at : 08 Aug 2024 06:32 PM (IST)
આગળ જુઓ





















