શોધખોળ કરો
Utility: મહિનાના ખર્ચની નહીં રહે ચિંતા, વૃદ્ધો માટે ખૂબ ફાયદાકારક છે આ સ્કીમ, આવી રીતે કરો અરજી
Senior Citizens Savings Scheme: પોસ્ટ ઓફિસની સીનિયર સિટિઝન સેવિંગ સ્કીમમાં ઈન્વેસ્ટમેન્ટ કર્યા બાદ ઘરે બેઠા મહિને રૂ. 20,000થી વધુ કમાઈ શકાય છે.
દરેક વ્યક્તિને પોતાના ભવિષ્યની ચિંતા છ. અને દરેક તે મુજબ રોકાણ કરે છે. કારણ કે આજનો સમય અનિશ્ચિતતાથી ભરેલો છે. કોણ ક્યારે શું કરશે તેની કોઈને ખબર નથી. તેથી, વૃદ્ધાવસ્થામાં પણ, વડીલો પોતાના પૈસા પર જીવવા માંગે છે.
1/7

આ માટે ઘણી સરકારી અને બિનસરકારી યોજનાઓ પણ ચાલી રહી છે. જેમાં વૃદ્ધોને દર મહિને પેન્શન આપવાની જોગવાઈ છે. તો પોસ્ટ ઓફિસની સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ આવી જ એક સ્કીમ છે. જેમાં રોકાણ કર્યા બાદ તમને દર મહિને સારી એવી રકમ મળશે. આ માટે કેવી રીતે અરજી કરવી, શું ફાયદા છે? ચાલો જાણીએ
2/7

પોસ્ટ ઓફિસ દ્વારા લોકો માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે. જેમાં વૃદ્ધો માટે સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ પણ ચલાવવામાં આવી રહી છે. આ સ્કીમમાં માત્ર એક જ વાર રોકાણ કરવામાં આવે છે. આ પછી તમને દર ત્રણ મહિને તેના પર વ્યાજ મળે છે. આ યોજનામાં એક સમયે એક હજાર રૂપિયાથી વધુમાં વધુ 30 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકાય છે. આમાં 5 વર્ષ સુધી રોકાણ કરવામાં આવે છે.
Published at : 22 Jun 2024 04:49 PM (IST)
આગળ જુઓ





















