શોધખોળ કરો
Gujarat Rain: 'શક્તિ' વાવાઝોડું ડિપ્રેશનમાં ફેરવાયું, આગામી 24 કલાક આ જિલ્લામાં વરસાદની આગાહી
Cyclone Shakti update: હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાત રાજ્યમાં 13 ઓક્ટોબર સુધી છૂટાછવાયા સ્થળો પર હળવો વરસાદ વરસી શકે છે.
Gujarat rain forecast: જોકે 'શક્તિ' વાવાઝોડું હવે ડિપ્રેશન (Depression)માં ફેરવાઈ ગયું છે, પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદની સંભાવના છે. આગામી 24 કલાક દરમિયાન ખાસ કરીને સૌરાષ્ટ્રના જિલ્લાઓ (દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર) અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ (ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ) તથા સંઘ પ્રદેશોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. વરસાદની આગાહીને પગલે તમામ દરિયાકાંઠે DC-1 સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે.
1/5

Gujarat Rain: હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, ગુજરાતમાં આગામી દિવસોમાં હવામાનમાં મોટો પલટો આવવાની શક્યતા છે. શક્તિ વાવાઝોડું હવે તેની તીવ્રતા ગુમાવીને ડિપ્રેશનમાં પરિવર્તિત થયું છે. જોકે, આ સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પણ જોવા મળી રહી છે, જેના કારણે રાજ્યના કેટલાક ભાગોમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધી શકે છે અને હળવો વરસાદ પડી શકે છે.
2/5

હવામાન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાંથી ચોમાસું આગામી ત્રણથી ચાર દિવસમાં સંપૂર્ણપણે વિદાય લઈ લે તેવી શક્યતા છે, પરંતુ ત્યાં સુધી કેટલીક જગ્યાએ છૂટાછવાયા ઝાપટાં ચાલુ રહી શકે છે.
Published at : 08 Oct 2025 06:22 PM (IST)
આગળ જુઓ
Advertisement





















