શોધખોળ કરો
આગામી 3 કલાક ગુજરાતના 6 જિલ્લાઓ માટે ભારે, ગાજવીજ સાથે વરસાદ ભુક્કા બોલાવશે, જાણો શું છે આગાહી
Gujarat weather alert: રાજ્યના 11 જિલ્લાઓમાં હળવા વરસાદના સંકેત; હવામાન વિભાગનું 'નાઉકાસ્ટ' જાહેર, લોકોને સાવચેત રહેવા અપીલ.
Gujarat rainfall update: ગુજરાત હવામાન વિભાગે રાજ્યમાં આગામી 3 કલાક માટે વરસાદનું 'નાઉકાસ્ટ' જાહેર કર્યું છે, જેમાં ભારેથી લઈ હળવા વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.
1/5

રાજ્યના વિવિધ ભાગોમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસવાની સંભાવના છે.
2/5

હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 3 કલાકમાં દાહોદ, દ્વારકા, પોરબંદર, જામનગર, પંચમહાલ અને રાજકોટ જિલ્લાઓમાં ગાજવીજ અને ભારે પવન (41 થી 61 કિલોમીટર પ્રતિ કલાકે) સાથે ભારે વરસાદ વરસી શકે છે.
3/5

આ ઉપરાંત, મોરબી, જૂનાગઢ, નર્મદા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવ જેવા જિલ્લાઓ અને સંઘ પ્રદેશમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદ થવાની સંભાવના છે.
4/5

જ્યારે, ભરૂચ, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને સુરત જેવા જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
5/5

હવામાન વિભાગે લોકોને વીજળીના કડાકા અને ભારે પવનથી સાવચેત રહેવા તેમજ જરૂર ન હોય તો ઘરની બહાર ન નીકળવા અપીલ કરી છે.
Published at : 23 Jun 2025 07:27 PM (IST)
View More
Advertisement





















