શોધખોળ કરો
Gujarat Rain: શક્તિ વાવાઝોડું ડિપ્રેશનમાં, પણ વરસાદ પાવરફૂલ! 48 કલાકમાં આ વિસ્તારમાં ભારે વરસાદ તૂટી પડશે
Gujarat rain forecast: ગુજરાત હવામાન વિભાગે (IMD) રાજ્યના વિવિધ વિસ્તારોમાં 7 ઓક્ટોબરથી 13 ઓક્ટોબર સુધી છૂટાછવાયા હળવા વરસાદની આગાહી કરી છે.
Gujarat weather update: જ્યારે આગામી 48 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. શક્તિ વાવાઝોડું ડિપ્રેશનમાં ફેરવાયા બાદ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આ વરસાદી માહોલ સર્જાયો છે.
1/5

વલસાડ, વાપી, ચોટીલા, ઉના, મહુવા અને તાપી જિલ્લાઓમાં વરસાદ વરસતા ખેડૂતોમાં તેમના ઊભા પાકને નુકસાન થવાનો ભય ઊભો થયો છે. દરિયાકાંઠે DC-1 સિગ્નલ લાગુ કરવામાં આવ્યું છે, અને હવામાન વિભાગે જણાવ્યું છે કે ચોમાસું રાજ્યના અન્ય જિલ્લાઓમાંથી 3-4 દિવસમાં વિદાય લઈ શકે છે, જોકે અમદાવાદમાં આજે હળવા વરસાદની સંભાવના છે.
2/5

હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. એ. કે. દાસે જણાવ્યું હતું કે હાલમાં 'શક્તિ વાવાઝોડું' ડિપ્રેશનમાં રૂપાંતરિત થયું છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ના કારણે રાજ્યમાં વરસાદની ગતિવિધિ ચાલુ રહી શકે છે.
Published at : 07 Oct 2025 07:46 PM (IST)
આગળ જુઓ





















