શોધખોળ કરો
ગુજરાતના વાતાવરણમાં ફરી પલટો! આ તારીખથી વરસાદ ફરી ધબધબાટી બોલાવશે, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Gujarat Rain Alert: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા; 30 થી 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે.
Gujarat Rain Alert: ગુજરાત માં થોડા દિવસના વિરામ બાદ ફરી એકવાર વરસાદી માહોલ જામવા જઈ રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગામી 6 દિવસ માટે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
1/5

આ વરસાદની શરૂઆત આવતીકાલે, રવિવાર 14 સપ્ટેમ્બરથી થશે અને તે 19 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ વરસવાની શક્યતા છે, જેનાથી ફરી એકવાર વાતાવરણમાં ઠંડક પ્રસરી જશે.
2/5

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, 14 સપ્ટેમ્બરથી 16 સપ્ટેમ્બર સુધી રાજ્યના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ સમયગાળા દરમિયાન વરસાદ સાથે 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે, જે વાતાવરણને ખુશનુમા બનાવશે. આ વરસાદ સપ્ટેમ્બરના અંતમાં થયેલા જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જશે નહીં, પરંતુ ગરમીથી રાહત આપશે તેવી અપેક્ષા છે.
Published at : 13 Sep 2025 09:05 PM (IST)
આગળ જુઓ




















