શોધખોળ કરો
Rain Forecast: સાવધાન! કાલે ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, 7 જિલ્લામાં 'યલો એલર્ટ' જાહેર
Gujarat Rain Alert: કાલે મેઘરાજાની મહેર; સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત ને દક્ષિણમાં 'યલો એલર્ટ', દમણ-દાદરા નગર હવેલીમાં પણ વરસાદ!
Gujarat Weather Alert: ચોમાસાનો બીજો રાઉન્ડ હવે ધીમે ધીમે જામી રહ્યો છે, ને હવામાન ખાતાએ આવતીકાલ, એટલે કે 11 જુલાઈ માટે કેટલીક જગ્યાએ 'યલો એલર્ટ' જાહેર કર્યું છે.
1/5

સૌરાષ્ટ્રના અમરેલી ને ભાવનગર જિલ્લામાં તો મેઘરાજા મહેર કરશે જ, પણ એની હારે મધ્ય ગુજરાતના અરવલ્લી, મહીસાગર ને દાહોદ જિલ્લામાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી છે.
2/5

આ સિવાય, દક્ષિણ ગુજરાતના નવસારી ને વલસાડમાં પણ વરસાદનું 'યલો એલર્ટ' આપવામાં આવ્યું છે. ખાલી ગુજરાતના જિલ્લાઓ જ નહીં, પણ સંઘ પ્રદેશ દમણ ને દાદરા નગર હવેલીમાં પણ આવતીકાલે વરસાદનું 'યલો એલર્ટ' જાહેર કરાયું છે. તો, આવતીકાલે બહાર નીકળતા પહેલાં જરાક વિચારી લેજો, ને છત્રી-રેઈનકોટ હારે રાખજો!
Published at : 10 Jul 2025 07:04 PM (IST)
આગળ જુઓ





















