ગીતા રબારી ગુજરાતના જાણીતા લોક ગાયિકા છે. કચ્છી કોયલ તરીકે ઓળખાતી ગીતા રબારીના દેશ વિદેશમાં તેમના અનેક શો થાય છે. તેમના અનેક ગીતો લોકપ્રિય થયા છે.
2/5
અલ્પા પટેલનું નામ ગુજરાતમાં ઘણી જાણીતું છે. આજે તેમની ફી હજારોમાં છે. થોડા સમય પહેલા જ તેમણે ઉદય ગજેરા નામના યુવક સાથે સગાઈ કરી છે.
3/5
ઉર્વશી રાદડિયા જાણીતી ગુજરાતી લોક ગાયિકા છે. લોકો તેમને પ્રેમથી કાઠિયાવાડની કોયલ કહે છે. ઉર્વશી છ વર્ષની ઉંમરથી ગીતો ગાતી રહી છે. તાજેતરમાં એક કાર્યક્રમમાં તેમના પર રૂપિયાનો વરસાદ થયો હતો.
4/5
કિંજલ દવેને મોટાભાગના લોકો ચાર ચાર બંગડી ફેમ તરીકે ઓળખે છે. જોકે આ ગીત પછી પણ તેમના અનેક આલ્બમો હિટ રહ્યા છે અને તેમના શોમાં પણ જંગી મેદની ઉમટી પડે છે.
5/5
કાજલ મહેરિયા પણ જાણીતી ગુજરાતી ગાયિકા છે. થોડા સમય પહેલા એક વિવાદમાં તેનું નામ આવ્યું હતું. (તમામ તસવીર સૌજન્યઃ ફેસબુક)