શોધખોળ કરો
ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: 12 કલાકમાં 92 તાલુકામાં વરસાદ! વાપીમાં 6.81 ઈંચ, જાણો તમારા વિસ્તારની સ્થિતિ!
Rain in Gujarat today: દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પણ મેઘરાજાની પધરામણી.
Gujarat weather report: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલા વરસાદી માહોલ વચ્ચે આજે ગુરુવારે મેઘરાજાએ રાજ્યના અનેક વિસ્તારોને ઘમરોળ્યા હતા. સવારના 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીના માત્ર 12 કલાકમાં રાજ્યના કુલ 92 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.
1/5

Monsoon in Gujarat today: આ સમયગાળા દરમિયાન, સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના વાપીમાં 6.81 ઈંચ અને પારડીમાં 5.04 ઈંચ નોંધાયો હતો, જેના કારણે સ્થાનિક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી.
2/5

રાજ્યમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ અને ઉત્તર ગુજરાત સહિતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદી માહોલ જામ્યો છે. આજે સાંજના 4 વાગ્યા સુધીના આંકડા મુજબ, વલસાડ જિલ્લામાં વાપી અને પારડી ઉપરાંત કપરાડામાં 4.49 ઈંચ, ધરમપુરમાં 4.25 ઈંચ અને ઉમરગામમાં 3.9 ઈંચ વરસાદ પડ્યો હતો.
Published at : 19 Jun 2025 07:14 PM (IST)
આગળ જુઓ





















