શોધખોળ કરો
Photos: ડાંગમાં 10 ઇંચ વરસાદથી રૉડ પર નદીઓ વહી, ગીરા ધોધે ધારણ કર્યુ રૌદ્ર સ્વરૂપ, તસવીરોમાં જુઓ...
રાજ્યમાં છેલ્લાં ત્રણથી ચાર દિવસથી વરસાદ ચાલુ છે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે
(તસવીર- એબીપી લાઇવ)
1/7

Gujarat Monsoon Update: રાજ્યમાં ચોમાસાનું વિધિવત રીતે આગમન થઇ ચૂક્યુ છે. છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ઉકળાટ અને બફારા વચ્ચે હવે મેઘરાજાએ ગુજરાતમાં પધરામણી કરી છે, બે-ત્રણ દિવસથી ગુજરાતમાં વરસાદનો પ્રથમ રાઉન્ડ શરૂ થયો છે, અને જેમાં સૌરાષ્ટ્ર બાદ હવે દક્ષિણ ગુજરાતમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે.
2/7

તાજા અપડેટ પ્રમાણે, ડાંગમાં એક જ રાત્રમાં 10 ઇંચ વરસાદ ખાબકતાં નદીઓ જેવી સ્થિતિ રૉડ પર સર્જાઇ છે. છેલ્લા 24 કલાકમાં ડાંગમાં સૌથી વધુ 10 ઇંચ વરસાદ ખાબક્યો છે, આ ઉપરાંત કપરાડામાં 9 ઇંચ અને વઘઇ-સુબીરમાં 7-7 ઇંચ વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત બન્યુ છે.
Published at : 19 Jun 2025 12:06 PM (IST)
આગળ જુઓ





















