કોરોનાની મહામારી બાદ આખરે 2 વર્ષે ગરબે ઘૂમવા મળતાં રંગીલા રાજકોટના ખેલૈયા રાસના રંગમાં ગુલતાન થયા હતા.
2/5
રાજકોટ આદિત્ય સ્કૂલ ચોકમાં બાળાઓ ટ્રેડિશન પરિધાન સાથે સોળે શણગાર સજીને પગમાં તાન પહેરીને જાણે રાસના રંગમાં તરબોળ બની હતી.
3/5
નવરાત્રિના બીજા નોરતા શેરી ગરબાનો રંગ જામ્યો હતો. આ છે રાજકોટના આદિત્ય સ્કૂલ ચોકની તસવીર જ્યાં ખેલૈયાઓ મનમૂકીને ગરબે ધૂમ્યાં હતા.
4/5
પાર્ટી પ્લોટની મંજૂરી ન મળતા શેરી ગરબામાં વર્ષો બાદ હવે પ્રાચીન ગરબાના રંગ પણ જોવા મળી રહ્યાં છે. આ જે રાજકોટના આદિત્ય સ્કૂલ ચોકના શેરી ગરબાની તસવીર, જ્યાં એક તાળી, બે તાળી સાથે ખેલૈયાઓએ ગરબે ઘૂમ્યા હતા.
5/5
રાજકોટના ગોંડલમાં ચાચર ચોકમાં પણ શેરી ગરબાની અનોખી રંગત જોવા મળી, જ્યાં બાળકીઓએ મનમોહક અદાથી ગરબા રમ્યાં.