શોધખોળ કરો
ગુજરાતમાં બે મહિના સુધી માવઠાની શક્યતા, વારાફરતી 3 વાવાઝોડા આવશેઃ અંબાલાલ પટેલની આગાહી
Ambalal Patel Rain Forecast: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતના આગામી બે મહિનાના હવામાન અંગે મહત્વપૂર્ણ આગાહી કરી છે.
Gujarat Weather Alert: તેમના જણાવ્યા અનુસાર, ચોમાસાની વિદાય થઈ ગઈ છે, પરંતુ ગુજરાતમાં હજુ આગામી બે મહિના સુધી માવઠાની સ્થિતિ જોવા મળી શકે છે.
1/6

અંબાલાલ પટેલે આગામી દિવસોમાં બંગાળના ઉપસાગરમાં વારાફરતી ત્રણ વાવાઝોડા ઉત્પન્ન થવાની આગાહી કરી છે. આ વાવાઝોડા મુખ્યત્વે ઓમાન તરફ ફંટાઈ જવાની શક્યતા છે.
2/6

વાવાઝોડાની અસરના કારણે ગુજરાતમાં માવઠા થવાની શક્યતા છે. આજથી 24 ઓક્ટોબર સુધી ગુજરાતમાં માવઠાની સ્થિતિ રહી શકે છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આજે બપોર પછી માવઠાની શક્યતા છે. આજથી જ દરિયાકિનારે ભારે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
Published at : 17 Oct 2024 05:26 PM (IST)
આગળ જુઓ





















