કોરોનાની બીજી લહેરે દેશમાં તબાહી મચાવી છે. રોજ લાખોની સંખ્યામાં કેસ નોધાઇ રહ્યાં છે તો હજારો લોકો કોવિડ વાયરસના કારણે જીવ ગુમાવી રહ્યાં છે. કોરોના વાયરસના સંક્ર્મણ બાદ પણ શરીરમાં કેટલી સમસ્યા જોવા મળે છે, પોસ્ટ કોવિડના લક્ષણોથી બચવા અને ઝડપથી સ્વસ્થ થવા શું કરવું જોઇએ જાણીએ
2/4
કોવિડથી સાજા થયા બાદ તરત હેવી કામ ન કરવા., પરિશ્રમ પડતાં કામને કોવિડના તરત બાદ જ અવોઇડ કરવા, કોવિડનો નેગેટિવ રિપોર્ટ આવ્યા બાદ પણ થોડા સમય આરામ કરવો જરૂરી છે. કોવિડથી સાજા થયા બાદ પણ થોડા દિવસ ઓક્સિમીટરથી ઓક્સિજન લેવલ ચેક કરતા રહો. પલ્સરેટ ચેક કરતાં રહો.
3/4
કોરોના વાયરસથી ઝડપથી રિકવર થવા માટે ડોક્ટર પ્રોટીનયુક્ત ડાયટ લેવાની સલાહ આપે છે. કોરોના રિકવરી બાદ ઝડપથી તંદુરસ્ત થવા માટે પ્રોટીન રિચ ડાયટ લેવું જોઇએ, દાળ, ચણા પ્રોટીનથી ભરપૂર હોય છે તેનું સેવન કરી શકાય. કોવિૃડ બાદ કોઇ પણ મીલનને સ્કિપ ન કરો, હળવો અને પોષ્ટિક આહાર લો,
4/4
કોવિડ વાયરસ સૌથી વધુ ફેફસાંને પ્રભાવિત કરે છે. ફેફસાની તંદુરસ્તી માટે નિયમિત પ્રાણાયામ કરો, ઓમકારનું ઉચ્ચારણ પણ ફેફસાના સ્વાસ્થ્ય માટે હિતકારી છે. પ્રાણાયામ અને ઓમકારથી શરીરમાં ઓક્સિજન પૂર્તિ સારી રીતે થાય છે.