શોધખોળ કરો
CBSEએ ધોરણ 12ની ટર્મ-2ની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર કર્યું, જાણો વિષયવાર ટાઈમ ટેબલ
CBSE પરીક્ષા
1/4

કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડે ધોરણ 12ની ટર્મ 2ની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર કર્યું છે. 26 એપ્રિલથી આ પરીક્ષા શરુ થશે. આ પહેલાં 5 જુલાઈના રોજ CBSEએ જાહેર કર્યું હતું કે, 2022ની બોર્ડની પરીક્ષા બે ટર્મમાં યોજાશે જેમાં ટર્મ 1ની પરીક્ષા પુર્ણ થઈ ચુકી છે ત્યારે હવે ટર્મ-2ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરાયો છે.
2/4

આ જાહેર થયેલા કાર્યક્રમ પ્રમાણે 26 એપ્રિલ 2022થી ધોરણ 12ની પરીક્ષાઓ શરુ થશે. વિવિધ પ્રવાહો અને વિવિધ વિષયોની આ પરીક્ષા 15 જુન 2022 સુધી ચાલશે. પરીક્ષાના બધા પેપરનો સમય સવારે 10.30નો રાખવામાં આવ્યો છે જે વિષય પ્રમાણે 11.30થી 12.30 સુધીનો રહેશે.
Published at : 11 Mar 2022 03:51 PM (IST)
આગળ જુઓ





















