શોધખોળ કરો
પ્રધાનમંત્રી આવાસ યોજના માટે કોણ કરી શકે છે અરજી? કેટલી હોવી જોઇએ આવક?
PM Awas Yojana Eligibility: ભારત સરકાર દ્વારા દેશના નાગરિકો માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે. દેશના કરોડો લોકો સરકારી યોજનાઓનો લાભ લે છે.
પ્રતિકાત્મક તસવીર
1/5

PM Awas Yojana Eligibility: ભારત સરકાર દ્વારા દેશના નાગરિકો માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે. દેશના કરોડો લોકો સરકારી યોજનાઓનો લાભ લે છે. ભારત સરકાર પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાનોના નિર્માણ માટે નાણાકીય સહાય પૂરી પાડે છે. આ યોજનાનો લાભ મેળવવા માટે કેટલી આવક હોવી જોઈએ.
2/5

પોતાનું ઘર હોવું એ કોઈના પણ જીવનમાં મોટું સપનું હોય છે. જેના માટે ઘણા લોકો ખૂબ મહેનત કરે છે.પરંતુ આવા પણ ઘણા લોકો છે. જેઓ ઘર ખરીદવા માટે પૂરતી મૂડી ભેગી કરી શકતા નથી. આવા લોકો માટે ભારત સરકાર દ્વારા PM આવાસ યોજના ચલાવવામાં આવે છે.
3/5

ભારત સરકાર દ્વારા વર્ષ 2015માં પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ લાભ મેળવવા માટે કેટલાક માપદંડો નક્કી કરવામાં આવ્યા છે.
4/5

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લાભો મેળવવા માટે અરજદારની વાર્ષિક પારિવારિક આવક 3 લાખથી વધુ ન હોવી જોઈએ.આ સાથે જ આ યોજનાનો લાભ તે લોકો જ મેળવી શકે છે જેઓ 2011ની વસ્તી ગણતરીમાં નોંધાયેલા છે.
5/5

યોજના હેઠળ જે લોકો પાસે પહેલાથી જ પાકું મકાન છે. તેમને લાભ આપવામાં આવશે નહીં. જેમના મકાન કાચા છે તેમને પાકાં મકાનો બનાવવા માટે સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવે છે.
Published at : 30 Jul 2024 12:29 PM (IST)
આગળ જુઓ
Advertisement





















