કોરોના વાયરસની બીજી લહેર એટલા માટે પણ વધુ ખતરનાક સાબિત થઇ રહી છે કે તે બાળકો અને યુવાને પણ ઝપેટમાં લઇ રહી છે. બાળકોનું સંક્રમણ વધુ ચિંતાજનક એટલા માટે પણ છે કે હજું સુધી બાળકો માટે રસી નથી બની
2/5
કોરોનાનો નવો વેરિઅન્ટ ખૂબ જ મજબૂત છે અને તે બાળકની ઇમ્યૂન સિસ્ટમ અને એન્ટીબોડીને વધુ પ્રભાવિત કરે છે. વૈજ્ઞાનિકોના મત મુજબ વાયરસના મ્યટેશનના કારણે તે હવે બાળકો અને યુવાને પણ પ્રભાવિત કરી રહ્યો છે.
3/5
એક્સપર્ટના મત મુજબ કોરોનાનો નવા વાયરસે તેનું જિનેટિકલ રૂપ બદલી દીધું છે, જે હવે રિસ્પેટર્સ સાથે જોડાઇને કોશિકાને નુકસાન પહોંચાડે છે અને ઇમ્યૂન સિસ્ટમને પણ નબળી પાડી દે છે.
4/5
પહેલી લહેરમાં બાળકોનું બહાર જવાનું બંધ હતું જો કે હવે બાળકોનું બહાર જવાનું શરૂ થતાં અને વધુ લોકોના સંપર્કમાં આવવાના કારણે પણ તેઓ સંક્રમિત થઇ રહ્યાં છે. બાળકોમાં માસ્કની અવગણના પણ આ સ્થિતિ માટે જવાબદાર છે.
5/5
કોરોના સંક્રમિત બાળકમાં તાવ, શરદી, પેટમાં દુઘાવો, આંખ આવવી, શરીર પર ચકામા પડવા, હોઠનો કલર બદલી જેવા લક્ષણો જોવા મળે છે. કેટલાક કેસમાં વધુ તાવ, ભૂખ ન લાગવી અને માંસપેશીમાં દુખાવો જેવા લક્ષણો પણ જોવા મળે છે.