કોરોનાના સંક્રમણના કારણે દર્દીમાં પૌષ્ટીક તત્વનોની કમી થઇ જાય છે. લાંબા સમય સુધી દર્દીને નબળાઇ અનુભવાય છે. આ સ્થિતિમાં ડોક્ટર પ્રોટીન યુક્ત ફૂડ લેવાની સલાહ આપે છે. કોરોના સંક્રમણથી બહાર આવ્યા બાદ અને શરીરને મજબૂત અને એક્ટિવ કરવા પ્રોટીન લેવું ખૂબ જરૂરી છે. તો પહેલા એ જાણી લઇએ કે પ્રોટીનના સોર્સ ક્યાં છે.
2/5
કોરોના રિકવર દર્દીના પ્રોટીનથી ભરપૂર દાળ, ડાયફ્રૂટસ, દૂધથી બનેલ પ્રોડક્ટસ આપી શકાય, જો નોનવેજ લેતા હોય તો ફિશ, એગ પણ આપી શકાય. ઉપરાંત પનીર, ઓટસ, લીલા વટાણા, સોયાબીન, દલિયા, બ્રોકલી અને વ્હાઇટ બીન્સ પ્રોટીનથી ભરપૂર છે. જેને ડાયટમાં સામેલ કરો.
3/5
લીલાં શાક અને સિઝનલ ફળોને રિકવર પેશન્ટના ડાયટમાં ચોક્કસ સામેલ કરો. તેનાથી શરીરને જરૂરી વિટામીન, મિનરલ્સ અને એન્ટીઓક્સીડન્ટ મળે છે. જે શરીરને એનર્જી આપે છે અને એક્ટિવ રાખે છે. શરીર માટે કાર્બોહાઇડ્રેટ પણ જરૂરી છે. જેના માટે બ્રેડ લઇ શકાય .
4/5
કોવિડથી રિકવર થયેલા દર્દીને નબળાઇ અનુભવાય છે. આ સ્થિતિમાં ખૂબ જ પૌષ્ટીક આહારની જરૂર હોય છે. જો તેમના ભોજનમાં એક ચમચી દેશી ઘી ઉમેરવમાં આવે તો તે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.ઘીનું સેવન શરીરની એનર્જને વધારે છે અને પાચનતંત્રને પણ સુધારે છે
5/5
કોવિડની રિકવરી બાદ ગળુ સૂકાય તેવું મહેસૂસ થાય છે. આ સ્થિતિમાં રિકવર દર્દીને વધુમાં વધુ લિકવિડ આપો. આ માટે આપ છાશ,. દહી. ફળનો જ્યુસ આપી શકો છો. કોરોના સંક્રમણ બાદ ચક્કર આવવા, નબળાઇ લાગવી જેવી સમસ્યા થઇ શકે છે. જેને હેલ્ધી ફૂડથી દૂર કરી શકાય છે.