શોધખોળ કરો
ફરી આવી રહ્યું છે ચોમાસુ! આગામી 24 કલાકમાં આ રાજ્યોમાં ગાજવીજ સાથે વરસાદ ધબધબાટી બોલાવશે, જાણો લેટેસ્ટ આગાહી
IMD Weather Update: આગામી બે દિવસોમાં ઘણા રાજ્યોમાંથી ચોમાસાની વાપસીની સંભાવના છે. આવા પ્રદેશોમાં ગુજરાત, મધ્ય પ્રદેશ, ઓડિશા અને આસામના નામ સામેલ છે.
તસવીરનો ઉપયોગ માત્ર પ્રસ્તુતિ માટે કરવામાં આવ્યો છે. (ફાઈલ)
1/5

આગામી 24 કલાકમાં તમિલનાડુ, કેરળ, દક્ષિણ આંતરિક કર્ણાટક અને તટીય આંધ્ર પ્રદેશમાં મધ્યમથી ભારે વરસાદ થઈ શકે છે. તેલંગાણા અને કોંકણ અને ગોવામાં હળવાથી મધ્યમ વરસાદ સાથે એક કે બે વખત ભારે વરસાદ થઈ શકે છે.
2/5

વિદર્ભ, મરાઠવાડા, મધ્ય મહારાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને દક્ષિણ મધ્ય પ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદ સંભવ છે. ઉત્તર પૂર્વ ભારત, સિક્કિમ, ઓડિશા, છત્તીસગઢ, દક્ષિણ પૂર્વી રાજસ્થાન, લક્ષદ્વીપ અને અંદમાન અને નિકોબાર દ્વીપસમૂહમાં હળવો વરસાદ થઈ શકે છે.
Published at : 14 Oct 2024 08:37 PM (IST)
આગળ જુઓ





















