શોધખોળ કરો
Lockdown: દેશના આ ચાર રાજ્યોમાં કોરોનાએ તાંડવ મચાવતા લાદવામાં આવી શકે છે લોકડાઉન, જાણો વિગત

ફાઈલ તસવીર
1/5

દેશમાં કોરોના વાયરસની બીજી લહેર કહેર (Coronavirus Second Wave) બનીને તૂટી છે. જે સ્પીડ સાથે દેશમાં કોરોનાના આંકડા વધી રહ્યા છે તેના પરથી લાગે છે કે થોડા જ દિવસોમાં કોરોનાના દૈનિક કેસની (Corona Cases in India) સંખ્યા બે લાખને પાર થઈ જશે. છેલ્લા 24 કલાકના આંકડાના વાત કરીએ તો 1.61 લાખથી વધારે નવા કેસ આવ્યા છે અને 879 લોકોના મોત થયા છે. કોરોનાના વધતાં કહેરને લઈ દેશના ચાર રાજ્યોમાં લોકડાઉન નાંખવામાં આવી શકે છે.
2/5

મહારાષ્ટ્રઃ મહારાષ્ટ્રમાં છેલ્લા થોડા દિવસોથી રોજના 50 હજારથી વધારે કેસ નોંધાઈ રહ્યા છે. કોરોના પર કાબુ મેળવવા રાજ્યમાં 15 દિવસનું લોકડાઉન પણ નાંખવામાં આવી શકે છે. જેની જાહેરાત બે દિવસમાં જ થાય તેવી શક્યતા છે. મહારાષ્ટ્રમાં લોકડાઉન નાંખવામાં આવશે તેવા અહેવાલ સામે આવતાં જ મોટાભાગના શહેરોમાં લોકોએ ખરીદી માટે સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કરાવી લાઇનો લગાવી હતી. રાશનની દુકાનો, મોલમાં લોકો ખરીદી કરવા ઉમટી પડ્યા હતા.
3/5

ગુજરાતઃ ગુજરાતમાં પણ કોરોનાનો કહેર વધી રહ્યો છે. ગુજરાતમાં કોરોનાની સ્થિતિ ગંભીર બની રહી છે તેને જોતાં રાજ્યમાં ફરી લોકડાઉન લાદવામાં આવી શકે તેવી અટકળો પણ થઈ છે. દરમિયાન રૂપાણી સરકારે હાઈકોર્ટમાં કહ્યું લોકડાઉનનો વિચાર નથી.લોકડાઉન વિકલ્પ નથી. ગરીબ માણસોને ઘણી તકલીફો પડશે. સ્વૈચ્છિક બંધ રાખવા અપીલ કરી રહ્યા છીએ. ગુજરાતમાં સ્થિતિ ખરાબ છે, પણ બાકી રાજ્યો કરતા સારું કરવાના પ્રયાસ કરી રહ્યા છીએ. કોર્ટે રાજ્યમાં થઈ રહેલા કોરોના કેસને લઈ સરકારનો ઉધડો લીધો હતો. ગુજરાતમાં લોકડાઉન લાગશે કે નહીં તેનો નિર્ણય 15 એપ્રિલે થઈ શકે છે.
4/5

દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં પણ કોરોનાના કેસ રોકેટ ગતિએ વધી રહ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગઈકાલે લોકડાઉન લગાવવાની ના પાડી હતી. તેની સાથે જ તેમણે કહ્યું હતું કે જો કેસ પર અઠવાડિયામાં કાબુ નહીં આવે તો લોકડાઉન પણ લગાવવું પડી શકે છે.
5/5

ચંદીગઢઃ ચંદીગઢ એડમિનિસ્ટ્રેટરના એડવાઇઝર મનોજ પરીદાએ સોમવારે ન્યૂઝ એજન્સી એએનઆઈને કહ્યું કે, હાલ કોરોનાના કેસ ખૂબ વધી રહ્યા છે અને જો આ રીતે જ કેસ વધતા રહેશો તો લોકડાઉન લાદવાનો નિર્ણય લેવો પડી શકે છે. (તસવીરોનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે)
Published at : 13 Apr 2021 12:13 PM (IST)
આગળ જુઓ
Advertisement