શોધખોળ કરો
મહારાષ્ટ્રમાં કોંગ્રેસનો દબદબો, 50 ટકા વધશે બેઠકો, એનસીપી-શિવસેનાને મોટું નુકસાન, નવા સર્વેએ ચોંકાવ્યા
Election 2024 Survey: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પર ઇલેક્ટોરલ એજનો પ્રી પોલ સર્વે સામે આવ્યો છે. કોંગ્રેસ મહારાષ્ટ્રની સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી છે. સર્વેમાં એમવીએને આગળ વધતું જોવા મળી રહ્યું છે.

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી માટે મહાવિકાસ અઘાડી (MVA) અને મહાયુતિની પાર્ટીઓ તરફથી પ્રચાર અભિયાનની શરૂઆત થઈ ચૂકી છે. ચૂંટણી જીતવા માટે બધી પાર્ટીઓએ પોતાના દિગ્ગજ નેતાઓને મોટી જવાબદારી સોંપી છે.
1/6

આ દરમિયાન એક એવો સર્વે સામે આવ્યો છે, જેમાં મહારાષ્ટ્રમાં એમવીએને બહુમતી મળતી દેખાઈ રહી છે. ઇલેક્ટોરલ એજ પ્રી પોલ સર્વે અનુસાર રાજ્યની 288 વિધાનસભા બેઠકોમાંથી એમવીએને 157 બેઠકો મળી શકે છે.
2/6

સર્વે માનીએ તો એમવીએમાં કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી શકે છે, જેને 68 બેઠક મળવાનો અંદાજ છે. આ ઉપરાંત એનસીપી (એસપી)ને 44, શિવસેના (યૂબીટી)ને 41 બેઠકો, સમાજવાદી પાર્ટીને 1, સીપીઆઈએમને 1 અને PWPને 2 બેઠકો મળી શકે છે.
3/6

શિવસેના (યૂબીટી)ના નેતાઓ એમવીએ તરફથી ઉદ્ધવ ઠાકરેને સીએમનો ચહેરો ગણાવે છે. સર્વેમાં કોંગ્રેસ જો સૌથી મોટી પાર્ટી બને છે તો પછી સીએમ પદ માટે ખેંચતાણ જોવા મળી શકે છે.
4/6

2019માં થયેલી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની વાત કરીએ તો તે સમયે કોંગ્રેસને 44 બેઠકો મળી હતી. સર્વે પ્રમાણે આ વખતે કોંગ્રેસની બેઠકોમાં લગભગ 50 ટકાનો વધારો થઈ શકે છે.
5/6

2019માં શિવસેના બે ભાગમાં વહેંચાયેલી નહોતી. ત્યારે એક જ પાર્ટી હતી, જેના કર્તાધર્તા ઉદ્ધવ ઠાકરે હતા. છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં શિવસેનાને 56 બેઠકો મળી હતી. આવી જ સ્થિતિ એનસીપીની પણ છે. 2019માં જ્યારે શરદ પવાર અને અજિત પવાર સાથે હતા ત્યારે એનસીપીને 54 બેઠકો મળી હતી, પરંતુ હવે બંને પાર્ટીઓના બે ટુકડા થઈ ચૂક્યા છે.
6/6

સર્વે અનુસાર મહારાષ્ટ્રમાં મહાયુતિને માત્ર 117 બેઠકો મળી શકે છે, જેમાંથી સૌથી વધુ ભાજપ 79 બેઠકો પર જીત નોંધાવી શકે છે. આ ઉપરાંત શિવસેના (શિંદે)ને 23 બેઠકો, એનસીપીને 14 બેઠકો, RYSPને એક બેઠક અને અન્યને 14 બેઠકો મળી શકે છે.
Published at : 01 Nov 2024 03:45 PM (IST)
આગળ જુઓ
Advertisement