શોધખોળ કરો
PM Modi: BCCI પ્રમુખ રૉજર બિન્ની અને જય શાહે PM મોદીને ભેટમાં આપી ટીમ ઇન્ડિયાની જર્સી
Team India Meeting With PM Modi: ભારતીય ક્રિકેટ ટીમે વર્લ્ડ કપ જીત્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન ભારતીય ટીમે પીએમ મોદીને જર્સી આપી હતી.
ફોટોઃ x
1/6

Team India Meeting With PM Modi: ભારતીય ક્રિકેટ ટીમે વર્લ્ડ કપ જીત્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન ભારતીય ટીમે પીએમ મોદીને જર્સી આપી હતી.
2/6

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય ક્રિકેટરો તેમજ આઉટગોઇંગ હેડ કોચ રાહુલ દ્રવિડ, BCCI પ્રમુખ રોજર બિન્ની અને સેક્રેટરી જય શાહ સહિતના ટોચના અધિકારીઓ સાથે તેમના સત્તાવાર નિવાસસ્થાને મુલાકાત કરી હતી
3/6

આ પહેલા ભારતીય ટીમ બાર્બાડોસથી 16 કલાકની નોન સ્ટોપ ફ્લાઈટ દ્વારા દિલ્હી પહોંચી હતી. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને મળ્યા બાદ પીએમ મોદી તેમના પરિવારના સભ્યોને પણ મળ્યા હતા.
4/6

પીએમ મોદીને મળવા જતા પહેલા મેન ઇન બ્લુએ કસ્ટમાઇઝ્ડ ઇન્ડિયાની જર્સી પહેરી હતી જેના પર ચેમ્પિયન લખેલું હતું. પીએમ મોદીએ યુએસએ અને કેરેબિયનમાં વર્લ્ડ કપના હીરોના અનુભવો જાણ્યા હતા. ભારતે શનિવારે બાર્બાડોસના કેન્સિંગ્ટન ઓવલમાં ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને તેનું બીજું T20 વર્લ્ડ કપ ટાઇટલ જીત્યું.
5/6

પરત ફરેલા ખેલાડીઓની એક ઝલક મેળવવા માટે વરસાદ હોવા છતાં વહેલી સવારે નવી દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ 3ની બહાર હજારો ચાહકો એકઠા થયા હતા.
6/6

રોહિત શર્મા T20 વર્લ્ડ કપની ટ્રોફી હાથમાં લઈને એરપોર્ટની બહાર આવ્યો હતો.
Published at : 04 Jul 2024 05:25 PM (IST)
આગળ જુઓ
Advertisement





















