શોધખોળ કરો
Vande Bharat Express Train: 1 એપ્રિલથી દિલ્હીથી ભોપાલ સુધી દોડશે નવી વંદે ભારત ટ્રેન, જાણો સમય અને ભાડું
Vande Bharat Express: હવે બીજી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન દિલ્હીથી દોડવા માટે તૈયાર છે. 1 એપ્રિલથી આ ટ્રેન દિલ્હીથી ભોપાલ વચ્ચે દોડાવવામાં આવશે.
પ્રતિકાત્મક તસવીર
1/6
![વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત 1 એપ્રિલે ભોપાલની છે, જે સવારે 10 વાગ્યે પહોંચશે. ત્યાં, બપોરે 3.15 વાગ્યે, વડા પ્રધાન વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/31/f3ccdd27d2000e3f9255a7e3e2c4880020f03.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત 1 એપ્રિલે ભોપાલની છે, જે સવારે 10 વાગ્યે પહોંચશે. ત્યાં, બપોરે 3.15 વાગ્યે, વડા પ્રધાન વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપશે.
2/6
![આ ટ્રેનને રાણી કમલાપતિ રેલ્વે સ્ટેશનથી ફ્લેગ ઓફ કરવામાં આવશે. સરકાર દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન મુસાફરોને નવો અનુભવ આપશે. અર્થતંત્ર અને પ્રવાસનને પણ વેગ મળશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/31/799bad5a3b514f096e69bbc4a7896cd9adf1c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ ટ્રેનને રાણી કમલાપતિ રેલ્વે સ્ટેશનથી ફ્લેગ ઓફ કરવામાં આવશે. સરકાર દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન મુસાફરોને નવો અનુભવ આપશે. અર્થતંત્ર અને પ્રવાસનને પણ વેગ મળશે.
3/6
![આ ટ્રેન દિલ્હીથી ભોપાલ સુધીનું 708 કિલોમીટરનું અંતર 7.45 કલાકમાં કાપશે. આ ટ્રેન ભોપાલથી સવારે 5.55 કલાકે ઉપડશે અને આગ્રા ખાતે સવારે 11.40 કલાકે ઉભી રહેશે. છેલ્લું સ્ટોપ નવી દિલ્હી હશે, જ્યાં તે બપોરે 1.45 વાગ્યે પહોંચશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/31/156005c5baf40ff51a327f1c34f2975b7c55e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ ટ્રેન દિલ્હીથી ભોપાલ સુધીનું 708 કિલોમીટરનું અંતર 7.45 કલાકમાં કાપશે. આ ટ્રેન ભોપાલથી સવારે 5.55 કલાકે ઉપડશે અને આગ્રા ખાતે સવારે 11.40 કલાકે ઉભી રહેશે. છેલ્લું સ્ટોપ નવી દિલ્હી હશે, જ્યાં તે બપોરે 1.45 વાગ્યે પહોંચશે.
4/6
![આ જ ટ્રેન થોડા સમય પછી દિલ્હીથી ઉપડશે અને રાત્રે 10.45 વાગ્યે ભોપાલ પહોંચશે. આ ટ્રેન આગ્રા ખાતે 4.45 વાગ્યે 5 મિનિટ માટે ઉભી રહેશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/31/18e2999891374a475d0687ca9f989d83632a6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ જ ટ્રેન થોડા સમય પછી દિલ્હીથી ઉપડશે અને રાત્રે 10.45 વાગ્યે ભોપાલ પહોંચશે. આ ટ્રેન આગ્રા ખાતે 4.45 વાગ્યે 5 મિનિટ માટે ઉભી રહેશે.
5/6
![વંદે ભારત આ રૂટ પર મહત્તમ 160 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડશે અને તેનું ભાડું શતાબ્દી ટ્રેનો કરતાં 10 થી 15 ટકા મોંઘું હશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/31/d0096ec6c83575373e3a21d129ff8fef66c59.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વંદે ભારત આ રૂટ પર મહત્તમ 160 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડશે અને તેનું ભાડું શતાબ્દી ટ્રેનો કરતાં 10 થી 15 ટકા મોંઘું હશે.
6/6
![કેન્દ્ર સરકાર તરફથી સામાન્ય બજેટમાં આગામી 3 વર્ષ સુધી દેશમાં લગભગ 400 વંદે ભારત ટ્રેન ચલાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/31/032b2cc936860b03048302d991c3498f4b42c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કેન્દ્ર સરકાર તરફથી સામાન્ય બજેટમાં આગામી 3 વર્ષ સુધી દેશમાં લગભગ 400 વંદે ભારત ટ્રેન ચલાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
Published at : 31 Mar 2023 06:19 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
સમાચાર
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)