શોધખોળ કરો
Weather Update Today: ક્યાંક બરફવર્ષા તો ક્યાંક વરસાદ, ઠંડી પરત ફરશે કે ગરમીની શરૂઆત થશે, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
Weather Update: હવામાન વિભાગે સમગ્ર હિમાચલ પ્રદેશમાં આગામી બે દિવસ સુધી હિમવર્ષાનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

હાલમાં રાજધાની દિલ્હી સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં હવામાનની પેટર્ન બદલાઈ ગઈ છે.
1/8

દિલ્હી-NCRમાં આજે એટલે કે રવિવારે (4 જાન્યુઆરી) વહેલી સવારે વરસાદ જોવા મળ્યો હતો. હવામાન વિભાગે તેની આગાહીમાં જણાવ્યું છે કે આજે વાદળછાયું આકાશ અને ધૂળિયા પવન સાથે હળવો વરસાદ પડશે.
2/8

હિમવર્ષાના કારણે પહાડી વિસ્તારો પ્રવાસીઓને આકર્ષી રહ્યા છે. જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં સતત હિમવર્ષાના કારણે ઘણા રસ્તાઓ બંધ છે.
3/8

image 6હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 5 અને 6 ફેબ્રુઆરીના રોજ સવારે પંજાબ, હરિયાણા અને દિલ્હીના વિવિધ ભાગોમાં ગાઢ ધુમ્મસની સંભાવના છે.
4/8

4 અને 5 ફેબ્રુઆરીએ ઓડિશા, આસામ અને મેઘાલયમાં ગાઢ ધુમ્મસની સંભાવના છે. હિમાચલ પ્રદેશના વિવિધ ભાગોમાં 4 ફેબ્રુઆરીએ ઠંડા દિવસની સ્થિતિ પ્રવર્તે તેવી શક્યતા છે.
5/8

5 ફેબ્રુઆરીએ પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ/હિમવર્ષા સાથે કરા પડવાની સંભાવના છે. 4 ફેબ્રુઆરીએ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના ઘણા ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે.
6/8

શિમલામાં બરફ વર્ષાનો આનંદ માણતા પ્રવાસીઓ.
7/8

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં ફરી એકવાર માવઠાની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવા વરસાદનું અનુમાન છે. પશ્ચિમી વિક્ષેપને લઈ તારીખ 5 અને 6 ફેબ્રુઆરી સુધીમાં કચ્છ વિસ્તારમાં વરસાદી છાંટા પડવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળછાયા વાતાવરણના કારણે હળવા ઝાપટા પડી શકે છે.
8/8

તમામ તસવીર સૌજન્યઃ પીટીઆઈ
Published at : 04 Feb 2024 07:30 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
ગુજરાત
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
