શોધખોળ કરો
FASTagને લઇને મનમાં છે કોઇ મૂંઝવણ? જાણો તમામ સવાલના જવાબ
ફાસ્ટેગની RFID ટેકનોલોજીએ લોકો માટે હાઇવે પર મુસાફરી કરવાનું સરળ બનાવ્યું છે. ટોલ ટેક્સમાંથી સરકારની આવકમાં પણ વધારો થયો છે કારણ કે તેનાથી કર વસૂલાતમાં સુધારો થયો છે.

પ્રતિકાત્મક તસવીર
1/6

ફાસ્ટેગની RFID ટેકનોલોજીએ લોકો માટે હાઇવે પર મુસાફરી કરવાનું સરળ બનાવ્યું છે. ટોલ ટેક્સમાંથી સરકારની આવકમાં પણ વધારો થયો છે કારણ કે તેનાથી કર વસૂલાતમાં સુધારો થયો છે. હવે, 17 ફેબ્રુઆરીથી દેશમાં ફાસ્ટેગ નિયમોમાં ઘણા મોટા ફેરફારો થયા છે. આવી સ્થિતિમાં જો તમને આ સંબંધિત કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય, તો તમને દરેક પ્રશ્નનો જવાબ અહીં મળશે.
2/6

FASTag નિયમોમાં સૌથી મોટો ફેરફાર કયો છે? હવેથી સરકાર FASTag બેલેન્સ પર નજીકથી નજર રાખશે. જો કોઈ FASTag ટોલ પ્લાઝા પર પહોંચવાના 60 મિનિટ પહેલા અને તેના 10 મિનિટ પછી બ્લેકલિસ્ટેડ થઈ જાય અથવા તેનું બેલેન્સ ઓછું હોય તો તે FASTag પર પ્રક્રિયા કરવામાં આવશે નહીં અને પેમેન્ટ ડેક્લાઇન કરી દેવામાં આવશે.
3/6

FASTag યુઝર્સ પર તેની શું અસર પડશે? આ નિયમ એવા લોકોને લાગુ પડશે જેમનું FASTag પહેલાથી જ બ્લેકલિસ્ટેડ છે. હવે જો તમે છેલ્લી ઘડીએ આવા FASTag રિચાર્જ કરશો તો તમને ટોલ પર પેમેન્ટ કરવાની સુવિધા મળશે નહીં. હવે યુઝર્સે ખાતરી કરવી પડશે કે તેમનું FASTag એક્ટિવ છે અને તેમાં પૂરતું બેલેન્સ છે.
4/6

FASTag સ્ટેટસ માટે ગ્રેસ પીરિયડ કેટલો છે? હવે જો તમને તમારા FASTag માં કોઈ સમસ્યા આવી રહી છે તો તેને ઠીક કરવા માટે તમારી પાસે 70 મિનિટનો ગ્રેસ પીરિયડ છે. આમાં ટોલ પ્લાઝા પર પહોંચતા પહેલા 60 મિનિટ અને તે પછી 10 મિનિટનો સમાવેશ થાય છે. આનો અર્થ એ થયો કે જો તમારા FASTag માં કોઈ સમસ્યા છે અને ટોલ પ્લાઝા તમારા ઘરથી ફક્ત 30 મિનિટ દૂર છે તો તમે બાકીના 30 મિનિટમાં તેને સુધારી શકો છો.
5/6

જો તમારો FASTag ટોલ પ્લાઝા પર પહોંચતા પહેલા બ્લેકલિસ્ટ થઈ જાય તો આ કિસ્સામાં તમારા FASTagમાંથી પેમેન્ટ થઇ શકશે નહી અને તમારે રોકડમાં બમણો ટોલ ચૂકવવો પડી શકે છે. શું ટોલ પ્લાઝા પર FASTag વાંચ્યા પછી તેને રિચાર્જ કરી શકાય છે? જો તમારો FASTag સ્કેન થઈ ગયો હોય તો તમે તેને 10 મિનિટમાં રિચાર્જ કરી શકો છો. તમે દંડ પરત મેળવવાનો દાવો કરી શકો છો.
6/6

FASTag બ્લેકલિસ્ટેડ છે કે નહીં તે કેવી રીતે જાણી શકાય? તમે FASTag ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને તમારું ટેગ એક્ટિવ છે કે નહી તે જાણી શકો છો. FASTag ને બ્લેકલિસ્ટ કેમ કરવામાં આવશે? FASTag ને બ્લેકલિસ્ટ કરવા પાછળના ઘણા કારણોમાં અપૂરતું બેલેન્સ, KYC અપડેટ ન થવું, અથવા ચેસીસ નંબર અને વાહન નોંધણી નંબર મેળ ન ખાતો હોય. વાહન દીઠ માત્ર એક જ FASTag: હવે બીજો નિયમ નક્કી કરવામાં આવ્યો છે કે એક વાહન પર ફક્ત એક જ FASTag લિંક કરવામાં આવશે. આનાથી એક જ વાહન સાથે અલગ-અલગ FASTags જોડાયેલા હોવાની સમસ્યા દૂર થશે.
Published at : 18 Feb 2025 01:59 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
ગુજરાત
ક્રિકેટ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
