કોરોનાના વધતા જતાં સંક્રમણે દેશભરમાં હાહાકાર મચાવ્યો છે. સંક્રમણથી બચવા માટે માસ્ક એક રક્ષાક્વચ સમાન છે. આ સમયે એ જાણવું જરૂરી છે કે ક્યું માસ્ક કોના માટે પરફેક્ટ રહેશે અને કેવું માસ્ક ખરા અર્થમાં કોરોના સંક્રમણથી બચાવે છે.
2/5
હાલ સંક્રમણ વધતાં ડબલ માસ્ક પહેરવાની પણ સલાહ આપવામાં આવે છે. જો ફેબ્રિકનું માસ્ક પહેરતા હોય તો પ્રથમ મેડિકલ માસ્ક લગાવવું જોઇએ ત્યારબાદ ફેબ્રિક માસ્ક લગાવી શકાય. તે વાયરસથી વધુ રક્ષણ આપે છે.
3/5
N-95 માસ્કને સૌથી ઉત્તમ માસ્ક માનવામાં આવે છે. આ માસ્કમાં બારીકથી બારીક રજકણ પણ નાકમાં પ્રવેશતા નથી તેથી વધુ શ્રેષ્ઠ છે. N-95 માસ્ક 95 ટકા સૂક્ષ્મ કણને રોકવા માટે સક્ષમ છે.
4/5
થ્રી લેયર ફેબ્રિક માસ્કની વાત કરીએ તો. આ માસ્ક 94 ટકા બારીક કણોને મોં-નાકમાં જતા રોકે છે. તેથી જ એક્સપર્ટ દ્રારા થ્રી લેયર્સ માસ્ક પહેરવાની વધુ સલાહ આપવામાં આવે છે.
5/5
માસ્ક પહેર્યાં પહેલા અને કાઢ્યાં બાદ હાથ સાફ કરવા જોઇએ. માસ્ક એ રીતે પહેરવું જોઇએ કે, મોં અને નાક સંપૂર્ણ ઢંકાઇ જાય. માસ્ક ચુસ્ત પણ હોવું જોઇએ. વાલ્વવાળા માસ્ક કારગર ન હોવાથી તેનો ઉપયોગ ન કરવો જોઇએ.