શોધખોળ કરો
મુકેશ અંબાણીને પાછળ છોડી ચીનના આ બિઝનેસમેન બન્યા સૌથી ધનિક એશિયન, જાણો શું કરે છે બિઝનેસ ?
1/5

ચીનના જેજિયાંગ પ્રાંતના હોંગજોઉમાંથી આવેલા ઝોંગે કારકિર્દીનો આરંભ એક કંપનીમાં શ્રમિક તરીકે કર્યો હતો. ત્યારબાદ એ પ્રેસ રિપોર્ટર બન્યા હતા. ત્યાર પછી તેમણે પીવાના પાણીના ધંધામાં ઝુકાવ્યું હતું. અત્યાર સુધી વિશ્વના સૌથી અમીર લોકોમાં મોટે ભાગે ટેક્નોલોજી સાથે સંકળાયેલા લોકોનાં નામ આવતાં હતાં. આ પહેલીવાર વોટર બોટલ કંપનીના માલિક સૌથી અમીર લોકોની યાદીમાં સ્થાન પામ્યા હતા. અત્યારે ચીનમાં બોટલ બંધ પાણીના બજારમાં ઝોંગની નોન્ગ્ફૂ કંપની નંબર વન છે. આ કંપનીએ આઇપીઓ દ્વારા 1.1 અબજ ડૉલર્સ જેવી ધીકતી મૂડી રોકાણ કર્યુ હંતું.
2/5

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી હવે એશિયાના સૌથી ધનિક વ્યક્તિ રહ્યા નથી. ચીનના બોટલ વોટર કિંગ કહેવાતા ઝોંગ શાનશને તેમની પાસેથી આ બિરુદ છીનવી લીધું છે. મુકેશ અંબાણી ઉપરાંત તેમણે પોતાના દેશના જ જેક માને પાછળ રાખી દીધા છે. તેમની સંપત્તિમાં સાત અબજ ડોલરનો વધારો થયો છે.
Published at :
આગળ જુઓ




















