નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાનની ટીમો મેદાન પર આમને-સામને હોય છે ત્યારે દુનિયાની નજર આ મેચ પર ટકેલી હોય છે. ભારત-પાકિસ્તાનની મેચનું દબાણ વર્લ્ડ કપની ફાઇનલ મેચથી ઓછું નથી. બંને ટીમના ખેલાડીઓ વચ્ચે ઘણીવાર મેદાન પર લડાઇ થઇ જાય છે. જોકે પાકિસ્તાની ક્રિકેટરોએ ભારતીય છોકરીઓ સાથે લગ્ન પણ કર્યા છે. જેમાં શોએબ મલિકથી લઈને હસન અલીનો સમાવેશ થાય છે.
2/5
પાકિસ્તાની ઓલરાઉન્ડર શોએબ મલિક અને ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા વિશ્વ ક્રિકેટમાં સૌથી વધુ ચર્ચિત જોડીમાંથી એક છે. હૈદરાબાદની સાનિયા મિર્ઝાએ એપ્રિલ 2010માં શોએબ મલિક સાથે લગ્ન કર્યા હતા.
3/5
પાકિસ્તાની ફાસ્ટ બોલર હસન અલીની પત્ની સામિયા આરઝૂ હરિયાણાની છે. સામિયાનો પરિવાર પાણીપતમાં રહે છે. બંનેએ 20 ઓગસ્ટ 2019ના રોજ દુબઈમાં લગ્ન કર્યા હતા. હસન અલીએ જણાવ્યું હતું કે તે શામિયાને પહેલીવાર ડિનર દરમિયાન મળ્યો હતો. સામિયા વ્યવસાયે એરોનોટિકલ એન્જિનિયર છે.
4/5
પૂર્વ પાકિસ્તાની ખેલાડી ઝહીર અબ્બાસે વર્ષ 1988માં ભારતની રીટા લુથરા સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ રીટાએ ધર્મપરિવર્તન કર્યું, ત્યારબાદ તેનું નામ સમીના અબ્બાસ પડ્યું. આ કપલ હાલ કરાચીમાં રહે છે. સમીના વ્યવસાયે ઇન્ટિરિયર ડિઝાઇનર છે.
5/5
બોલિવૂડ અભિનેત્રી રીના રોયે પાકિસ્તાની ખેલાડી મોહસીન ખાન સાથે લગ્ન કર્યા હતા. મોહસિન રીનાના પ્રેમમાં એટલો પાગલ હતો કે તેણે 80ના દાયકામાં તેની સાથે લગ્ન કરી લીધા અને મુંબઈમાં સ્થાયી થયો. બંનેને એક પુત્રી જન્નત છે. આ દંપતીના લગ્ન લાંબો સમય ટકી શક્યા નહીં અને 1990ના દાયકાની શરૂઆતમાં બંનેના છૂટાછેડા થઈ ગયા.