ઈંગ્લેન્ડના દિગ્ગજ ઓલરાઉન્ડર ક્રિકેટર બેન સ્ટોક્સે વન-ડે ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. સ્ટોક્સની અત્યાર સુધીની શાનદાર કારકિર્દી રહી છે. તેણે વન-ડે ફોર્મેટમાં 3 સદી અને 21 અડધી સદી સાથે 74 વિકેટ પણ લીધી છે.
2/6
સ્ટોક્સે ઈંગ્લેન્ડ માટે મોટી મેચોમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે 83 ટેસ્ટ મેચમાં 5280 રન બનાવ્યા છે. સ્ટોક્સે વનડેમાંથી નિવૃત્તિ લઈ લીધી છે, પરંતુ તે ટેસ્ટ ક્રિકેટમાં રમવાનું ચાલુ રાખશે.
3/6
ઈંગ્લેન્ડના આ દિગ્ગજ ખેલાડીને મોંઘી કારનો ઘણો શોખ છે અને તેની પાસે ઘણી કાર છે. જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો સ્ટોક્સની વાર્ષિક કમાણી 8 કરોડ રૂપિયાની આસપાસ છે.
4/6
સ્ટોક્સ ખૂબ જ વૈભવી જીવન જીવે છે. તેણે વર્ષ 2017માં ક્લેરા રેટક્લિફ સાથે લગ્ન કર્યા હતા. બંનેને બે બાળકો પણ છે.
5/6
અહેવાલો અનુસાર, સ્ટોક્સ પાસે મર્સિડીઝ AMG GT 63 તેમજ રેન્જ રોવર છે. તેની પાસે ઓડી પણ છે.
6/6
સ્ટોક્સ ક્રિકેટમાંથી બ્રેક લઈને વેકેશન પર જાય છે. પત્નીની સાથે તે બાળકોને પણ પૂરો સમય આપે છે.