શોધખોળ કરો
IN Pics: એશિયા કપના વનડે ફોર્મેટમાં સર્વાધિક મેચમાં હારનારી ટીમો, જાણો ભારતીય ટીમ કયા નંબર પર ?
આગામી 30 ઓગસ્ટથી શરૂ થનારી એશિયા કપ ટૂર્નામેન્ટ 2018 પછી પ્રથમ વાર 50 ઓવરના વનડે ફોર્મેટમાં રમાશે.
![આગામી 30 ઓગસ્ટથી શરૂ થનારી એશિયા કપ ટૂર્નામેન્ટ 2018 પછી પ્રથમ વાર 50 ઓવરના વનડે ફોર્મેટમાં રમાશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/15/00b0699c612dc95daed485e6ed43094d169209455379577_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/7
![Asia Cup 2023, IN Pics: ક્રિકેટ ફેન્સ માટે આગામી દિવસો રમતનો ડબલ ડૉઝ આપનારો રહેશે, કેમ કે ક્રિકેટ માટે પહેલા એશિયા કપ અને બાદમાં વર્લ્ડકપ શરૂ થઇ રહ્યો છે. આગામી 30 ઓગસ્ટથી શરૂ થનારી એશિયા કપ ટૂર્નામેન્ટ 2018 પછી પ્રથમ વાર 50 ઓવરના વનડે ફોર્મેટમાં રમાશે. આવામાં તમામ ટીમોને ચોક્કસપણે વનડે વર્લ્ડકપ પહેલા તૈયારી કરવાની સારી તક મળશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/15/b870b65601090296d78e949fb04804c47c85a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Asia Cup 2023, IN Pics: ક્રિકેટ ફેન્સ માટે આગામી દિવસો રમતનો ડબલ ડૉઝ આપનારો રહેશે, કેમ કે ક્રિકેટ માટે પહેલા એશિયા કપ અને બાદમાં વર્લ્ડકપ શરૂ થઇ રહ્યો છે. આગામી 30 ઓગસ્ટથી શરૂ થનારી એશિયા કપ ટૂર્નામેન્ટ 2018 પછી પ્રથમ વાર 50 ઓવરના વનડે ફોર્મેટમાં રમાશે. આવામાં તમામ ટીમોને ચોક્કસપણે વનડે વર્લ્ડકપ પહેલા તૈયારી કરવાની સારી તક મળશે.
2/7
![30 ઓગસ્ટથી 17 સપ્ટેમ્બર સુધી આ વખતે એશિયા કપની મેચો રમાશે. વર્ષ 2018 પછી પ્રથમ વાર ટૂર્નામેન્ટ 50 ઓવરના ફોર્મેટમાં રમાશે. નેપાળની ટીમ આ ટૂર્નામેન્ટમાં પ્રથમ વખત રમતી જોવા મળશે. તો વળી બીજીબાજુ અમે તમને એશિયા કપના વનડે ફોર્મેટમાં અન્ય 5 ટીમોના અત્યાર સુધીના રેકોર્ડ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/15/0211d8135369644d966b0344d2225e6112639.jpg?impolicy=abp_cdn&imwidth=720)
30 ઓગસ્ટથી 17 સપ્ટેમ્બર સુધી આ વખતે એશિયા કપની મેચો રમાશે. વર્ષ 2018 પછી પ્રથમ વાર ટૂર્નામેન્ટ 50 ઓવરના ફોર્મેટમાં રમાશે. નેપાળની ટીમ આ ટૂર્નામેન્ટમાં પ્રથમ વખત રમતી જોવા મળશે. તો વળી બીજીબાજુ અમે તમને એશિયા કપના વનડે ફોર્મેટમાં અન્ય 5 ટીમોના અત્યાર સુધીના રેકોર્ડ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
3/7
![અફઘાનિસ્તાનની ટીમ આ વખતે એશિયા કપમાં ગ્રુપ-બીનો ભાગ છે. વર્ષ 2014માં પહેલીવાર આ ટૂર્નામેન્ટમાં રમનારી અફઘાન ટીમે અત્યાર સુધીમાં 50 ઓવરના ફોર્મેટમાં કુલ 9 મેચ રમી છે. આમાં તેને 3માં જીત મેળવી હતી જ્યારે 5માં હારનો સામનો કરવો પડ્યો હતો. અને એક મેચ ડ્રૉમાં સમાપ્ત થઈ હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/15/760574d700067cc806e58884b4afb8c044f2a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અફઘાનિસ્તાનની ટીમ આ વખતે એશિયા કપમાં ગ્રુપ-બીનો ભાગ છે. વર્ષ 2014માં પહેલીવાર આ ટૂર્નામેન્ટમાં રમનારી અફઘાન ટીમે અત્યાર સુધીમાં 50 ઓવરના ફોર્મેટમાં કુલ 9 મેચ રમી છે. આમાં તેને 3માં જીત મેળવી હતી જ્યારે 5માં હારનો સામનો કરવો પડ્યો હતો. અને એક મેચ ડ્રૉમાં સમાપ્ત થઈ હતી.
4/7
![વર્ષ 1986માં પ્રથમ વખત એશિયા કપ ટૂર્નામેન્ટનો ભાગ બનેલી બાંગ્લાદેશની ટીમે અત્યાર સુધીમાં 50 ઓવરના ફોર્મેટમાં કુલ 43 મેચ રમી છે અને તેમાંથી માત્ર 7માં જ જીત મેળવી શકી છે. ટીમને 36 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. જોકે, 2018 એશિયા કપમાં ટીમ રનર અપ તરીકે રહી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/15/1d69e0f82f08543df0007a770cf7b8599a8ed.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વર્ષ 1986માં પ્રથમ વખત એશિયા કપ ટૂર્નામેન્ટનો ભાગ બનેલી બાંગ્લાદેશની ટીમે અત્યાર સુધીમાં 50 ઓવરના ફોર્મેટમાં કુલ 43 મેચ રમી છે અને તેમાંથી માત્ર 7માં જ જીત મેળવી શકી છે. ટીમને 36 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. જોકે, 2018 એશિયા કપમાં ટીમ રનર અપ તરીકે રહી હતી.
5/7
![એશિયા કપ ટૂર્નામેન્ટમાં 50 ઓવરના ફોર્મેટમાં પાકિસ્તાની ટીમના રેકોર્ડ પર નજર કરીએ તો 45 મેચમાંથી 18 મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે. આ સાથે જ ટીમે 26 મેચ જીતી છે. તેમાંથી ભારત સામે રમાયેલી 13માંથી 8 મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે. પાકિસ્તાન ટીમની જીતની ટકાવારી 59.09 રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/15/b2e209177dcfa6dd7d9cbb78df04226012795.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એશિયા કપ ટૂર્નામેન્ટમાં 50 ઓવરના ફોર્મેટમાં પાકિસ્તાની ટીમના રેકોર્ડ પર નજર કરીએ તો 45 મેચમાંથી 18 મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે. આ સાથે જ ટીમે 26 મેચ જીતી છે. તેમાંથી ભારત સામે રમાયેલી 13માંથી 8 મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે. પાકિસ્તાન ટીમની જીતની ટકાવારી 59.09 રહી છે.
6/7
![એશિયા કપ 50 ઓવરની ટૂર્નામેન્ટ 5 વખત જીતનારી શ્રીલંકન ટીમનો રેકોર્ડ અત્યાર સુધી શાનદાર રહ્યો છે. શ્રીલંકાએ 50 માંથી 34 મેચ જીતી છે જ્યારે તે માત્ર 16 મેચ હારી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/15/8b55a327d97e25e25ba211d8fb31ec15fd6fd.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એશિયા કપ 50 ઓવરની ટૂર્નામેન્ટ 5 વખત જીતનારી શ્રીલંકન ટીમનો રેકોર્ડ અત્યાર સુધી શાનદાર રહ્યો છે. શ્રીલંકાએ 50 માંથી 34 મેચ જીતી છે જ્યારે તે માત્ર 16 મેચ હારી છે.
7/7
![એશિયા કપના વનડે ફોર્મેટમાં ભારતીય ટીમના રેકોર્ડ પર નજર કરીએ તો અત્યાર સુધી 49 મેચોમાં તેને માત્ર 16 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ સાથે જ ભારતે 31 મેચ જીતી છે. ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધીમાં 50 ઓવરના ફોર્મેટનો એશિયા કપ 6 વખત જીત્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/15/99b9a55d36709712a9b18b390bdd6da0577eb.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એશિયા કપના વનડે ફોર્મેટમાં ભારતીય ટીમના રેકોર્ડ પર નજર કરીએ તો અત્યાર સુધી 49 મેચોમાં તેને માત્ર 16 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ સાથે જ ભારતે 31 મેચ જીતી છે. ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધીમાં 50 ઓવરના ફોર્મેટનો એશિયા કપ 6 વખત જીત્યો છે.
Published at : 15 Aug 2023 03:46 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)