શોધખોળ કરો
Cricket Record : આખી કેરિયરમાં એકપણ છગ્ગો નથી ફટકારી શક્યા આ પાંચ સ્ટાર બેટ્સમેન, લિસ્ટમાં એક ભારતીય, જાણો
Cricket Record
1/6

નવી દિલ્હીઃ ક્રિકેટની રમત ખરેખરમાં એક અદભૂત રમત છે, મેદાન પર ઘણી એવી ઘટનાઓ ઘટે છે જે ક્યારેય નથી ભૂલી શકાતી. ક્રિકેટમાં ક્યારેક બેટ્સમેનોનો તો ક્યારેક બૉલરોનો દબદબો રહે છે. દરેક બેટ્સમેન પોતાની કેરિયરમાં એક તો છગ્ગો ફટકારે જ છે, પરંતુ અમે આજે અહીં એવા પાંચ બેટ્સમેનો વિશે વાત કરી રહ્યાં છે, જેઓએ પોતાની આખી ક્રિકેટ કેરિયરમાં ક્યારેય સિક્સ નથી ફટકારી. આ લિસ્ટમાં એક ભારતીય બેટ્સમેન પણ સામેલ છે. જાણો તમામ પાંચ વિશે..........
2/6

ડિઓન ઇબ્રાહિમ, ઝિમ્બાબ્વે - ઝિમ્બાબ્વેનો પૂર્વ ક્રિકેટર ડિઓન ઇબ્રાહિમ પોતાની કેરિયરમાં 29 ટેસ્ટ અને 82 વનડે મેચ રમ્યો છે. આ દરમિયાન તેને 1000થી વધુ પણ બનાવ્યા છે. પોતાની વનડે કેરિયરમાં તેને 1 સદી અને 4 અડધી સદી ફટકારી છે, પરંતુ ખાસ વાત છે કે તેને પોતાની આખી ક્રિકેટ કેરિયરમાં ક્યારેય એકપણ છગ્ગો નથી ફટકાર્યો.
Published at : 31 Jan 2022 05:04 PM (IST)
આગળ જુઓ





















