શોધખોળ કરો
ICC World Cup 2023: IND vs PAK મુકાબલાને લઈ રેલવે દોડાવશે સ્પેશિયલ વંદે ભારત ટ્રેન
ICC વર્લ્ડ કપ 2023 ભારતમાં 5 ઓક્ટોબરથી શરૂ થયો છે. જો કે ભારતની પ્રથમ મેચ 8 ઓક્ટોબરથી રમાશે. ભારત 14 ઓક્ટોબરે પાકિસ્તાન સામે ટકરાશે.

ફાઈલ તસવીર
1/6

આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. સમગ્ર દેશ આ હાઈવોલ્ટેજ મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યો છે. આ મેચની ટિકિટની કિંમત પણ વધારે છે. એર ટિકિટ અને હોટેલ રૂમના ભાડા આસમાને પહોંચયા છે.
2/6

એક ચેનલના અહેવાલ મુજબ, ભારતીય રેલ્વે ક્રિકેટ ચાહકોને રાહત આપવા અને તેમના માટે મુસાફરીને સરળ બનાવવા માટે અમદાવાદ માટે ખાસ વંદે ભારત ટ્રેન ચલાવવા માટે તૈયાર છે. તેનાથી મુસાફરોને મોંઘી એર ટિકિટમાંથી પણ રાહત મળશે.
3/6

આ સ્પેશિયલ ટ્રેનો મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રથી દોડશે અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમની નજીક આવેલા સાબરમતી અને અમદાવાદમાં થોભશે.
4/6

વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે ટ્રેન રમત શરૂ થવાના થોડા કલાકો પહેલા જ શહેરમાં પહોંચી જશે. મોંઘા રહેઠાણ અને મોંઘા હોટલના રૂમ ભાડાથી લોકોને બચાવવા માટે આવું કરવામાં આવ્યું છે.
5/6

રેલ્વે અધિકારીએ જણાવ્યું હતું કે શિડ્યુલિંગ એવી રીતે કરવામાં આવ્યું છે કે મેચ શરૂ થવાના થોડા કલાકો પહેલા ટ્રેન અમદાવાદ પહોંચી જશે, જેથી યાત્રીઓ સ્પર્ધા પૂરી થયા બાદ સરળતાથી પોતાના ઘરે પરત ફરી શકે.
6/6

ઉલ્લેખનીય છે કે ICC વર્લ્ડ કપ 2023ના કારણે દેશના ઘણા શહેરોમાં હોટેલ અને એર ટિકિટના ભાડામાં નોંધપાત્ર વધારો થયો છે. આવી સ્થિતિમાં રેલવેનું આ પગલું રાહત આપી શકે છે.
Published at : 07 Oct 2023 07:18 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
બિઝનેસ
દેશ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
