શોધખોળ કરો
T20 World Cup 2007: ટીમ ઈન્ડિયાને 15 વર્ષ પહેલા આ ખેલાડીઓએ બનાવી હતી ચેમ્પિયન, જાણો કોણ-કોણ હતા જીતના આર્કિટેક્ટ
T20 World Cup 2007 Winner: વર્ષ 2007માં પ્રથમ વખત T20 વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભારતે પોતાની યુવા ટીમને મેદાનમાં ઉતારી હતી. ધોનીના નેતૃત્વમાં ભારતે આ વર્લ્ડ કપ જીત્યો હતો.

2007 T20 વર્લ્ડકપ ફાઈનલ
1/7

24 સપ્ટેમ્બર 2007ના રોજ એટલે કે આજથી બરાબર 15 વર્ષ પહેલા ભારતીય ટીમ T20 વર્લ્ડ કપ ચેમ્પિયન બની હતી. ભારતે ફાઈનલ મેચમાં પાકિસ્તાનને 5 રનથી હરાવીને ટ્રોફી જીતી હતી.
2/7

આ વર્લ્ડ કપમાં ભારતે સમગ્ર યુવા ટીમને મેદાનમાં ઉતારી હતી. સચિન, સૌરવ અને દ્રવિડ જેવા વરિષ્ઠ ખેલાડીઓ અને ઝહીર ખાન જેવા ખેલાડીઓ આમાં સામેલ નહોતા.
3/7

ભારતીય ટીમ માટે આ વર્લ્ડ કપમાં ગૌતમ ગંભીરે સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે 6 ઇનિંગ્સમાં 37.83ની બેટિંગ એવરેજ અને 129.71ની સ્ટ્રાઇક રેટથી 227 રન બનાવ્યા
4/7

આરપી સિંહે બોલિંગમાં ધૂમ મચાવી હતી. આરપી સિંહે 6 ઇનિંગ્સમાં 12 વિકેટ લીધી હતી. આ દરમિયાન તેની બોલિંગ એવરેજ 12.66 અને ઈકોનોમી રેટ 6.33 હતી.
5/7

ઈરફાન પઠાણે પણ બોલિંગમાં તબાહી મચાવી હતી. તેણે 6 ઇનિંગ્સમાં 14.90ની બોલિંગ એવરેજ અને 6.77ના ઇકોનોમી રેટથી 10 વિકેટ લીધી હતી. ફાઈનલ મેચમાં ઈરફાન પઠાણ 'પ્લેયર ઓફ ધ મેચ' બન્યો હતો.
6/7

ભારત માટે આ વર્લ્ડ કપમાં યુવરાજ સિંહે મહત્વની ભૂમિકા ભજવી હતી. તે ઈંગ્લેન્ડ સામે અને ઓસ્ટ્રેલિયા સામેની જીતનો હીરો હતો. બંને મેચમાં તેણે અડધી સદી ફટકારી હતી અને તે 'પ્લેયર ઓફ ધ મેચ' રહ્યો હતો.
7/7

ટી20 વર્લ્ડ કપની ટીમની કમાન એમએસ ધોનીના હાથમાં હતી. આ પ્રથમ વખત હતો જ્યારે ધોની રાષ્ટ્રીય ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો હતો. આવી હતી 15 સભ્યોની ટીમઃ એમએસ ધોની (કેપ્ટન), યુવરાજ સિંહ (વાઈસ-કેપ્ટન), અજીત અગરકર, પીયૂષ ચાવલા, ગૌતમ ગંભીર, હરભજન સિંહ, જોગીન્દર શર્મા, દિનેશ કાર્તિક, યુસુફ પઠાણ, ઈરફાન પઠાણ, વીરેન્દ્ર સેહવાગ, રોહિત શર્મા, આરપી સિંહ, શ્રીસંત, રોબિન ઉથપ્પા.
Published at : 24 Sep 2022 02:23 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દેશ
આણંદ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
