શોધખોળ કરો
વન ડેના 7 સૌથી વિસ્ફોટક બેટ્સમેન, જેનું નામ સાંભળીને બોલર ધ્રુજી જતા,સ્ટ્રાઈક રેટ જાણીને ચોંકી જશે
ODI ક્રિકેટમાં સૌથી વધુ સ્ટ્રાઇક રેટ ધરાવતા ટોચના 7 બેટ્સમેનોની યાદીમાં એક પણ ભારતીય ખેલાડી નથી. આન્દ્રે રસેલ ODI ક્રિકેટમાં સૌથી વધુ સ્ટ્રાઇક રેટ ધરાવે છે.
ODI ક્રિકેટમાં સૌથી વધુ સ્ટ્રાઇક રેટ ધરાવતા બેટ્સમેન
1/6

વેસ્ટ ઇન્ડીઝના ઓલરાઉન્ડર આન્દ્રે રસેલ ODI ક્રિકેટમાં સૌથી વધુ સ્ટ્રાઇક રેટ ધરાવતા બેટ્સમેનોની યાદીમાં ટોચ પર છે. રસેલે પોતાની કારકિર્દીમાં 56 મેચ રમી છે, જેમાં 130.22 ના સ્ટ્રાઇક રેટથી 1034 રન બનાવ્યા છે.
2/6

ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ ODI ક્રિકેટમાં સૌથી વધુ સ્ટ્રાઇક રેટ ધરાવતા બેટ્સમેનોની યાદીમાં બીજા ક્રમે છે. મેક્સવેલે અત્યાર સુધીમાં 149 મેચ રમી છે અને 126.70 ના સ્ટ્રાઇક રેટથી 3990 રન બનાવ્યા છે. બર્મુડાના ઓલરાઉન્ડર લિયોનેલ કેન ત્રીજા ક્રમે છે.
3/6

દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ વિકેટકીપર-બેટ્સમેન હેનરિક ક્લાસેન ODI ક્રિકેટમાં સૌથી વધુ સ્ટ્રાઇક રેટ ધરાવતા બેટ્સમેનોની યાદીમાં ચોથા ક્રમે છે. ક્લાસેન પોતાની કારકિર્દીમાં 60 મેચ રમી છે, જેમાં 117.05 ના સ્ટ્રાઇક રેટથી 1829 રન બનાવ્યા છે.
4/6

પાકિસ્તાનનો ભૂતપૂર્વ ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદી ODI ક્રિકેટમાં સૌથી વધુ સ્ટ્રાઇક રેટ ધરાવતા બેટ્સમેનોની યાદીમાં પાંચમા ક્રમે છે. આફ્રિદીએ પોતાની કારકિર્દીમાં 398 મેચ રમી છે, જેમાં 117.00 ના સ્ટ્રાઇક રેટથી 8064 રન બનાવ્યા છે.
5/6

ઇંગ્લેન્ડનો વિકેટકીપર-બેટ્સમેન જોસ બટલર ODI ક્રિકેટમાં સૌથી વધુ સ્ટ્રાઇક રેટ ધરાવતા બેટ્સમેનોની યાદીમાં છઠ્ઠા ક્રમે છે. બટલરે અત્યાર સુધીમાં 193 મેચ રમી છે અને 115.83 ના સ્ટ્રાઇક રેટથી 5412 રન બનાવ્યા છે.
6/6

ન્યૂઝીલેન્ડનો ઓલરાઉન્ડર માઈકલ બ્રેસવેલ ODI ક્રિકેટમાં સૌથી વધુ સ્ટ્રાઇક રેટ ધરાવતા બેટ્સમેનોની યાદીમાં સાતમા ક્રમે છે. બ્રેસવેલ અત્યાર સુધીમાં 34 મેચ રમી છે અને 115.39 ના સ્ટ્રાઇક રેટથી 757 રન બનાવ્યા છે.
Published at : 03 Oct 2025 07:00 AM (IST)
આગળ જુઓ
Advertisement





















