શોધખોળ કરો
આજની ટી20માં આ તોફાની બેટ્સમેનની થશે ટીમ ઇન્ડિયામાં વાપસી, જાણો વિગતે
રોહિત શર્મા
1/7

અમદાવાદઃ બીજી ટી20માં ધમાકેદાર જીત બાદ હવે સીરીઝમાં ભારત અને ઇંગ્લેન્ડ બન્ને ટીમો 1-1ની બરાબરી પર પહોંચી ચૂકી છે. હવે બાકીની ત્રણેય ટી20 પણ જીતીને ટીમ ઇન્ડિયા સીરીઝ પર કબજો જમાવવા માંગે છે. ત્યારે રિપોર્ટ છે કે ત્રીજી ટી20માં ફરી એકવાર મેદાન પર ભારતીય ટીમના તોફાની બેટ્સમેન રોહિત શર્માની વાપસી થવાની છે. ઉલ્લેખનીય છે કે પાંચ ટી20 મેચોની સીરીઝમાં પ્રથમ બે ટી20માંથી રોહિત શર્માને નિયમ પ્રમાણે આરામ આપવામાં આવ્યો હતો.
2/7

રોહિતની વાપસીથી ફરી એકવાર ટીમ ઇન્ડિયાની ઓપનિંગ જોડી દમદાર અને મજબૂત બની જશે. રોહિતની ગેરહાજરીમાં કોહલી એન્ડ ટીમ મેનેજમેન્ટે પ્રથમ ટી20માં શિખર ધવન અને કેએલ રાહુલને જવાબદારી સોંપી હતી, પરંતુ બન્ને નિષ્ફળ નિવડ્યા હતા. જ્યારે બીજી ટી20માં ધવનને બહાર રાખીને કેએલ રાહુલની સાથે ડેબ્યૂ ક્રિકેટર ઇશાન કિશનને મોકો આપવામા આવ્યો હતો. બીજી ટી20માં ફરી એકવાર કેએલ રાહુલ નિષ્ફળ નિવડ્યો જ્યારે ઇશાન કિશને શાનદાર ડેબ્યૂ ફિફ્ટી ફટાકરી છે.
Published at : 16 Mar 2021 11:12 AM (IST)
આગળ જુઓ





















