શોધખોળ કરો
IND vs WI T20 Series: બીજી T20 મેચમાં રોહિત શર્મા બનાવશે મોટો રેકોર્ડ, અત્યાર સુધી કોઈ ખેલાડી આ કરી શક્યો નથી
જો કે, બીજી T20 મેચમાં પણ તમામની નજર કેપ્ટન રોહિત શર્મા પર ટકેલી છે, જે ઈતિહાસ રચવાના ઉંબરે છે.
રોહિત શર્મા (ફાઈલ ફોટો)
1/8

ટીમ ઈન્ડિયા અને વિન્ડીઝ વચ્ચે પાંચ મેચોની T20 શ્રેણીની બીજી મેચ આજે સેન્ટ કિટ્સના વોર્નર પાર્કમાં છે. ટીમ ઈન્ડિયા બીજી મેચ જીતીને સિરીઝમાં 2-0થી લીડ લેવાનું લક્ષ્ય રાખશે. જો કે, બીજી T20 મેચમાં પણ તમામની નજર કેપ્ટન રોહિત શર્મા પર ટકેલી છે, જે ઈતિહાસ રચવાના ઉંબરે છે.
2/8

જો રોહિત શર્મા બીજી T20માં 44 રન બનાવશે તો તે ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 16 હજાર રન પૂરા કરશે. રોહિત શર્માએ અત્યાર સુધી ભારત માટે ત્રણેય ફોર્મેટમાં 407 આંતરરાષ્ટ્રીય મેચોમાં 43.47ની સરેરાશથી 15,956 રન બનાવ્યા છે. આટલું જ નહીં, જો રોહિત શર્મા 57 રનના આંકડા સુધી પહોંચે છે તો તે T20 ઈન્ટરનેશનલમાં 3500 રન પૂરા કરનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બની જશે.
Published at : 02 Aug 2022 06:20 AM (IST)
આગળ જુઓ




















