શોધખોળ કરો
IRE vs IND:ભારતે જો સીરિઝ જીતવી હશે તો આયરલેન્ડના આ ખેલાડીઓને રાખવા પડશે કાબૂૂમાં
વેસ્ટ ઈન્ડિઝ બાદ ભારતીય ટીમ હવે આયરલેન્ડના પ્રવાસે છે. અહીં બંને ટીમો વચ્ચે 3 મેચની T20 શ્રેણી રમાશે.
ફોટોઃ ટ્વિટર
1/5

વેસ્ટ ઈન્ડિઝ બાદ ભારતીય ટીમ હવે આયરલેન્ડના પ્રવાસે છે. અહીં બંને ટીમો વચ્ચે 3 મેચની T20 શ્રેણી રમાશે. આવી સ્થિતિમાં આજે અમે તમને આયરલેન્ડના કેટલાક એવા ખેલાડીઓ વિશે જણાવીશું જે ટીમ ઈન્ડિયા માટે મુશ્કેલી સર્જી શકે છે. આયરલેન્ડ આજ સુધી ભારત સામે એક પણ ટી-20 મેચ જીત્યુ નથી.
2/5

આયરલેન્ડ ક્રિકેટ ટીમના અનુભવી બેટ્સમેન એન્ડ્રુ બાલબિર્ની ટી-20 સીરિઝમાં ભારતીય ટીમ માટે ખતરો બની શકે છે. બાલબિર્ની હાલમાં આયરલેન્ડનો ટેસ્ટ ટીમનો કેપ્ટન છે.. એન્ડ્રુએ 93 ટી-20માં 1965 રન બનાવ્યા છે. જેમાં નવ અડધી સદી ફટકારી છે
3/5

આયરલેન્ડના અનુભવી સ્ટાર ઓલરાઉન્ડર જ્યોર્જ ડોકરેલની બોલિંગ સામે મોટા ખેલાડીઓ પણ પરાજય માની લે છે. 2011ના વર્લ્ડ કપમાં પણ જ્યારે ડોકરેલ માત્ર 19 વર્ષનો હતો ત્યારે તેણે મહાન સચિન તેંડુલકર અને એમએસ ધોનીને એલબીડબ્લ્યુ આઉટ કર્યા હતા. આ એક મોટી વાત છે. ડોકરેલે 117 ODI અને 123 T20 મેચ રમી છે.
4/5

આયરલેન્ડનો સૌથી અનુભવી બેટ્સમેન અને કેપ્ટન પોલ સ્ટર્લિંગ પણ આગામી T20 શ્રેણીમાં ભારતીય બોલરોને ટક્કર આપી શકે છે. સ્ટર્લિંગે આયરલેન્ડ માટે 154 વનડેમાં 5598 રન બનાવ્યા છે. વનડેમાં તેણે 14 સદી અને 28 અડધી સદી ફટકારી છે.
5/5

આયરલેન્ડના 23 વર્ષનો યુવા ફાસ્ટ બોલર જોશુઆ લિટલ પણ ટીમ ઈન્ડિયાને મુશ્કેલીમાં મૂકી શકે છે. તેણે પોતાની બોલિંગથી તમામને પ્રભાવિત કર્યા છે. આ કારણે તેને આઈપીએલ રમવાની તક પણ મળી છે. . લિટલ અત્યાર સુધી 32 વનડેમાં 48 અને 58 ટી-20માં 68 વિકેટ ઝડપી ચૂક્યો છે.
Published at : 17 Aug 2023 12:38 PM (IST)
આગળ જુઓ
Advertisement




















