શોધખોળ કરો
'લેફ્ટનન્ટ કર્નલ' એમએસ ધોનીને આર્મી તરફથી કેટલો પગાર મળે છે?
ટેરિટોરિયલ આર્મીમાં લેફ્ટનન્ટ કર્નલનો હોદ્દો ધરાવતા ધોનીને ₹૧.૨૧ લાખથી ₹૨.૧૨ લાખ સુધીનો માસિક પગાર મળે છે, ૨૦૧૧ વર્લ્ડ કપ જીત્યા બાદ બન્યા હતા લેફ્ટનન્ટ કર્નલ, પેરા ફોર્સિસ સાથે તાલીમ લીધી.
ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને કરોડો ક્રિકેટ ચાહકોના પ્રિય એમએસ ધોની, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ પણ સતત ચર્ચામાં રહે છે. તેઓ માત્ર IPLમાં જ જોવા મળે છે, પરંતુ તેમની બીજી એક મહત્વપૂર્ણ ભૂમિકા પણ છે – ભારતીય સેનામાં 'લેફ્ટનન્ટ કર્નલ'.
1/6

હાલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ વચ્ચે, ધોનીની સેવામાં જોડાવાની શક્યતા અંગે ચર્ચાઓ તેજ બની છે. આ સંજોગોમાં, સવાલ એ થાય છે કે આર્મીમાં લેફ્ટનન્ટ કર્નલ તરીકે તેમને કેટલો પગાર મળે છે?
2/6

ભારતીય ક્રિકેટ ટીમને ૨૦૧૧નો વર્લ્ડ કપ જીતાડ્યા બાદ, એમએસ ધોનીને ટેરિટોરિયલ આર્મીમાં લેફ્ટનન્ટ કર્નલનો માનદ હોદ્દો આપવામાં આવ્યો હતો. ૨૦૧૫માં, તેમણે પેરા ફોર્સિસ સાથે મૂળભૂત તાલીમ અને પેરાશૂટ જમ્પિંગ માટે ખાસ તાલીમ લીધી હતી, ત્યારબાદ તેમને પેરા રેજિમેન્ટમાં સામેલ કરવામાં આવ્યા હતા. ટેરિટોરિયલ આર્મી એ એક સહાયક સૈન્ય સંગઠન છે જે ભારતીય સેનાને મદદ પૂરી પાડે છે અને તેને દેશની બીજી હરોળની રક્ષા તરીકે ઓળખવામાં આવે છે.
Published at : 11 May 2025 05:31 PM (IST)
આગળ જુઓ




















