શોધખોળ કરો
Photos: વર્લ્ડકપ 2023ની પાંચ સૌથી મોટી ઈનિંગ, આ બેટ્સમનોએ કર્યો રનનો વરસાદ
WC 2023માં લગભગ દરેક મેચમાં એક કે બે સદી ફટકારવામાં આવી રહી છે. સદી બાદ પણ બેટ્સમેન અટકી રહ્યા નથી. કેટલાક બેટ્સમેનોએ 150+ રન પણ બનાવ્યા છે. જાણો આ વર્લ્ડ કપની 5 સૌથી મોટી ઇનિંગ્સ...

ક્વિન્ટન ડી કોક
1/6

વર્લ્ડ કપ 2023માં અત્યાર સુધીની સૌથી મોટી ઇનિંગ્સ ક્વિન્ટન ડી કોકના નામે છે. દક્ષિણ આફ્રિકાના આ વિકેટકીપરે 24 ઓક્ટોબરે વાનખેડે ખાતે રમાયેલી મેચમાં બાંગ્લાદેશ સામે માત્ર 140 બોલમાં 174 રન બનાવ્યા હતા. આ ઇનિંગમાં તેણે 15 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા હતા.
2/6

વર્લ્ડ કપ 2023નો બીજો સૌથી વધુ સ્કોર ડેવિડ વોર્નરના નામે છે. વોર્નરે પાકિસ્તાન સામે 163 રનની ઇનિંગ રમી હતી. તેણે માત્ર 124 બોલમાં આ રન બનાવ્યા હતા. આ દરમિયાન વોર્નરે 14 ચોગ્ગા અને 9 છગ્ગા ફટકાર્યા હતા.
3/6

આ યાદીમાં ન્યૂઝીલેન્ડનો ઓપનિંગ બેટ્સમેન ડેવોન કોનવે ત્રીજા સ્થાને છે. કોનવેએ વર્લ્ડ કપ 2023ની શરૂઆતની મેચમાં ઈંગ્લેન્ડ સામે 121 બોલમાં 152 રન બનાવ્યા હતા. આ ઇનિંગમાં કોનવેએ 19 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા.
4/6

આ યાદીમાં ઈંગ્લેન્ડનો તોફાની ઓપનર ડેવિડ મલાન પણ સામેલ છે. તેણે બાંગ્લાદેશ સામે 107 બોલનો સામનો કરીને 140 રનની ઇનિંગ રમી હતી. મલાને આ ઇનિંગમાં 16 ફોર અને 5 સિક્સર ફટકારી હતી.
5/6

સૌથી મોટી ઇનિંગ્સની આ યાદીમાં પાંચમું સ્થાન પાકિસ્તાનના વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાનનું છે. રિઝવાને શ્રીલંકા સામેની મેચમાં 121 બોલમાં 131 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ ઇનિંગમાં તેણે 8 ફોર અને 3 સિક્સર ફટકારી હતી.
6/6

તસવીર સૌજન્યઃ આઈસીસી
Published at : 25 Oct 2023 04:58 PM (IST)
આગળ જુઓ
Advertisement